Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

'તુ કામની બાવી છો, કંઇ કામ આવડતું નથી કહી આંબેડકરનગરના સંગીતાબેનને ત્રાસ '

પતિ અરવિંદ , સાસુ શાંતુબેન, સસરા અરજણભાઇ, દીયર , જગદીશ અને ગણેશ સામે ગુનો

રાજકોટ, તા. ર : ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતી પરિણિતાને પતિ, સાસુ, સસરા, દીયર, 'તુ કામની બાવી છો કંઇ કામ આવડતું નથી તારી માએ સંસ્કાર આપેલ નથી' મેણાટોકા મારી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ આંબેડકરનગર શેરી નં. ૧રમાં રહેતા સંગીતાબેન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.ર૮)એ મહિલા પોલીસ મથકમાં આંબેડકરનગર શેરી નં. ૬માં રહેતા પતિ અરવિંદ મકવાણા, સાસુ શાંતુબેન મકવાણા, સસરા અરજણભાઇ મકવાણા, દીયર જગદીશ અને ગણેશના નામ આપ્યા છે. સંગીતાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાના આંબેડકરનગર શેરી નં. ૬માં રહેતા અરવિંદ અરજણભાઇ મકવાણા સામે ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સંયુકત પરિવાર સાથે રહેતા હતાં. લગ્નના થોડા સમય બાદ પતિ, સાસુ, સસરા અને દિયર તું કામની બાવી છો, કંઇ કામ આવડતું નથી, તારીમાંએ સંસ્કાર આપેલ નથી તેમ મેણાટોણા મારતા હતાં અને ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતાં અને પતિ ઉશ્કેરાઇને માર મારી શારીરીક માનસીક ત્રાસ આપતા પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ કે.જી. જલવાણીએ તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)