Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

થોરાળાના ટ્રેકટર ચોક પાસેથી અશોક ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ,તા. ૨: ભાવનગર રોડ પર આવેલા ટ્રેકટર ચોક પાસેથી થોરાળા પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા નજીક ટ્રેકટર ચોક પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ. જયદીપભાઇ તથા રમેશભાઇને બાતમી મળતા પીઆઇ.જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, શૈલેષભાઇ ભીંસડીયા, નરસંગભાઇ વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજભાઇ, રમેશભાઇ અને દિવ્યેશભાઇ સહિતે ટ્રેકટર ચોક પાસેથી અશોક રામજીભાઇ સાડમીયા (ઉવ.૨૨) (રહે. કાલાવડ રોડ) અન્ડર બ્રીજ ઉપર રેલવેના પાટા પાસેને જીજે-૩એએન-૬૯૮ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. અશોક અગાઉ એ ડીવીઝન પ્રનગર અને ગોંડલ તાલુકા પોલીસ મથક સાત ગુનામાં પકડાઇ ચુકયો છે.

(3:49 pm IST)