Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

વોર્ડ નં. ૩માં રૂ. ૬૩ લાખના પેવર રોડ કામનો પ્રારંભ

રાજકોટઃ વોર્ડ નં. ૩ના કોંગ્રેસ પુર્વ કોર્પોરેટરશ્રીમતી ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણી,શ્રીમતી ગીતાબેન પુરબીયા દ્વારા તેમના સુચવેલા વિકાસના કામોનો પ્રારંભ થયો છે. ત્યારે સીંધી કોલોની પેવર રોડ જુલેલાલ નગર પેવર રોડ રસ્તાનું કામનો પ્રારંભ કરાયો તે વખતની તસ્વીરમાં વિસ્તારના અગ્રણીઓ તુષાર દવે, જીતુભાઇ ચંદાણી,  વિજયભાઇ સીતાપરા, ગૌરવભાઇ પુજારા, મનુભાઇ કોટક પરેશ પંડયા, દિપક ભાટીયા, રાધા કિષનાભાઇ આહુજા, ઠાકરભાઇ ખાનચંદાણી, હરીભાઇ વાસદેવાણી, બુધવાણી, યાસીનભાઇ, અજમેરી કિરણબેન આસવાણી, રજનીબેન આસવાણી, ડોલીબેન આસવાણી, પીનાબેન નાગ્રેચા જયોતીબેન વગેરે દર્શાય છે.

(3:48 pm IST)