Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ધનસુખ ભંડેરી બન્યા શહેરના વોર્ડનં.૮ના બુથ નં.૫, પાના નં.૫૦ના પેજપ્રમુખ

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ૧૮ વોર્ડમાં પેજપ્રમુખ- પેજ સમિતિની કામગીરી ચાલી રહી છે અને પેજપ્રમુખ બનનાર કાર્યકર્તાઓને આઈકાર્ડનું વિતરણનો પ્રારંભ કરી દેવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧) રાજકોટ મહાનગરના વોર્ડનં.૮ના બુથ નં.૫, પાના નં.૫૦ના પેજપ્રમુખ તરીકે પોતાની પેજસમિતિ સબમીટ કરી હતી અને કાર્યકર્તા તરીકેના દાયિત્વને નિભાવ્યું હતુ. રાજયના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ધનસુખ ભંડેરીને પેજપ્રમુખનું આઈકાર્ડ અર્પણ કરી તેમને સન્માનિત કર્યા હતા.

(3:33 pm IST)