Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રાજકોટ શહેર - જીલ્લામાં ૮ વિધાનસભા બેઠકમાં કુલ ૫૭૩૧૪ નવા મતદારો ઉમેરાયાઃ રોલ ઓબ્ઝર્વરને રીપોર્ટ કરતા કલેકટર

આજે રાજકોટ આવેલા રોલ ઓબ્ઝર્વર મનીષા ચાંદ્રાએ કલેકટર કચેરી ખાતે રાજકોટ શહેર મતદાર યાદી કાર્યક્રમ અંગે રીવ્યુ મીટીંગ લીધી હતી : તેમાં કલેકટર તથા ૮ ડેપ્યુટી કલેકટરો હાજર રહ્યા હતા : કલેકટર શ્રી રેમ્યા મોહને રાજકોટ શહેર - જીલ્લામાં મતદાર યાદીના ૧ મહિનાના કાર્યક્રમ દરમિયાન કુલ ૫૭૩૧૪ નામ ઉમેરાયા હોવાનો રીપોર્ટ આપ્યો છે : તથા ૧૫૨૧૩ નામ કમી થયાનું અને ૧૭૫૨૭ નામ રદ્દ થયાનું ઉમેરાયુ છે : જે ૫૭ હજાર નામો ઉમેરાયા તેમાં રાજકોટ રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૯૮૯ સૌથી વધુ અને સૌથી ઓછા ગોંડલ બેઠકમાં ૪૦૮૮ હોવાનો રીપોર્ટ

(3:33 pm IST)