Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

મકરસંક્રાત પૂર્વે ચાઇનીઝ દોરીનો વેંચાણ કરનારા બે વેપારી પકડાયા

થોરાળા પોલીસે જયેશ મેટાળીયાને ૧ર અને પરેશગીરીને ૧પ ફીરકી સાથે ઝડપી લીધા

રાજકોટ તા. રઃ મકરસંક્રાંતી પૂર્વે ચુનારાવાડ ચોકમાં આવેલી ચામુંડા સિલેકશન અને શાકમાર્કેટ પાસે લારીમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા બે વેપારીને થોરાળા પોલીસે ર૭ ફીરકી સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, એસીપી ડી. વી. બસીયા તથા એચ. એલ. રાઠોડે ઉત્તરાયણના તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરાનું વેચાણ કરનારા વેપારીઓને પકડી પાડવા માટે સૂચના આપતા થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, પી.એસ.આઇ. એ. એલ. બારસીયા, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, શૈલેષભાઇ ભીસડીયા, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, યુવરાજસિંહ, રમેશભાઇ તથા જયદીપ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ચુનારાવાડ શેરી નં. પ માં ચામુંડા સીલેકશન નામની દુકાનમાંથી જયેશ પરસોતમભાઇ મેટાળીયા (ઉ.વ. રર) (રહે. રાજમોતી મીલ પાછળ સીતા રામનગર) ને રૂ. ર૪૦૦ની કિંમતની ચાઇનીઝ દોરીની ૧ર ફીરકી સાથે અને ચુનારાવાડ શેરી નં. ૪ માં શાકમાર્કેટ પાસે રેકડીમાંથી ૧પ ફીરકી સાથે પરેશગીરી સુરેશગીરી ગૌસ્વામી (ઉ.વ. ૩૭) (રહે. ચુનારાવાડ શેરી નં. ૪) ને પકડી લીધા હતા.

(3:27 pm IST)