Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

રાજકોટ-મોરબીના મતદાર યાદી ઓર્બ્ઝવર મનીષા ચાંદ્રા રાજકોટમાં બપોરથી કલેકટર સહિતના અધિકારીઓ સાથે મીટીંગ

મતદાર યાદી-ડેટા એન્ટ્રી-વાંધા-વિવાદોના નિકાલ સહિતની બાબતે રિવ્યુ લેવાયો

રાજકોટ તા. ર :.. રાજકોટના ભુતપુર્વ કલેકટર અને હાલ રાજકોટ-મોરબીના વર્તમાન મતદાર યાદી ઓર્બ્ઝવેર  શ્રી મનીષા ચાંદ્રા આજે રાજકોટ આવ્યા છે. તેઓએ બપોરે ૧ વાગ્યાથી રાજકોટ કલેકટર કચેરી ખાતે તમામ ડે. કલેકટરો-કલેકટરશ્રી તથા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી અને મોરબીના ડે. ડી.ઇઓ સાથે બપોરે ૧ વાગ્યાથી રિવ્યુ મીટીંગ શરૂ કરી છે.

તાજેતરમાં મતદાર યાદી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ૧ લાખથી વધુ ફોર્મ નામ ઉમેરવા-કમી-કેન્સલ-ટ્રાન્સફર અંગેના ભરાયા હતાં, હાલ ડેટા એન્ટ્રી પૂર્ણ થઇ છે. પરંતુ વાંધા-વિવાદોના નિકાલ અંગેની કામગીરી ચાલુ છે, જે અંગે મીટીંગમાં સમીક્ષા થઇ રહી છે.

(3:24 pm IST)