Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે બિમારી સબબ અજાણ્યા વૃધ્ધનું મોત

રાજકોટ, તા. ર : શહેરની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે એક અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની સામે એક અજાણ્યો વૃધ્ધ ઉ.વ.આ. ૬૦ બેભાન હાલતમાં પડ્યો હોઇ, તેને સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતા ત્યાં તબીબે તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોત્તર રાઇટર માયાબેને તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. તેણે ગુલાબી ડીઝાઇનવાળો ચેકસવાળો શર્ટ પહેરેલ છે. તેણે પેન્ટ પહેરેલ નથી. જો કોઇ આ વૃધ્ધના સગાસંબંધી હોય તો પ્રનગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:34 pm IST)