Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

યુવા લોયર્સ એસોસીએશન દ્વારા સને ર૦ર૧ ના વર્ષનું કેલેન્ડરનું ડીસ્ટ્રીકટ-સેસન્સ જજના હસ્તે વિમોચન કરાયુ઼

રાજકોટ, તા.ર : રાજકોટમાં વર્ષ-૨૦૧૦માં યુવા લોયર્સ એશોસીએશનની સ્થાપના થયેલ છે  ત્યારથી યુવા લોયર્સ એશોસીએશન સીનીયર જુનીયર વકીલોમાં ખુબજ લોકપ્રિય અને  કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને યુવા લોયર્સ  એશોસીએશન ધ્વારા રાજકોટ બાર એશો. આયોજીત કાર્યો તથા સમાજ ઉપયોગી  કાર્યોમાં પણ પુરો સહયોગ આપવામાં આવી રહેલ છે. યુવા લોયર્સ એશોસીએ શન ધ્વારા  દશ વર્ષથી ડિસેમ્બર માસમાં નવા વર્ષના કેલેન્ડર પ્રકાશીત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં  વકીલ મીત્રો તથા અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં  આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોઘડીયા સહીતની અનેક વિગતો સાથેનું માહીતી  સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. સદરહું કેલેન્ડરનું વીતરણ જુદી જુદી સરકારી  કચેરીઓ, સામાજીક સંસ્થાઓમાં કરવામાં આવે છે.  

આ માહીતી સભર કેલેન્ડરના વિમોચન સમયે રાજકોટના ઈન્ચાર્જ ડિસ્ટ્રીકટ જજ  શ્રી કે.ડી.દવે તથા રાજકોટના ડી.જી.પી. એસ.કે.વોરા  બાર કાઉન્સીલ  ઓફ ઈન્ડીયાના મેમ્બર દીલીપભાઈ પટેલ તથા રાજકોટ બાર એશોસીએશનના પુર્વ  પ્રમુખ પિયુષભાઈ શાહ, લીગલ સેલના કન્વીનર હીતેષભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ  હતા અને સાથોસાથ રાજકોટ બારના ખજાનચી તથા સરકારી વકીલ રક્ષીતભાઈ કલોલા,  લાયબ્રેરી સેક્રટરી સંદીપ વેકરીયા કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, વીજય રૈયાણી,  કેલાશ જાની, પીયુષ સખીયા હાજર રહેલ હતા.   

યુવા લોયર્સ એશોસીએશન ધ્વારા કેલેન્ડરના વિમોચન સમયે મ્ન્મ. ડિસ્ટ્રીકટ જજ  સાહેબએ યુવા વકીલોને પોતાના વકતવ્યમાં જણાવેલ કે ગુજરાતમાં રાજકોટ ખાતે યુવા  લોયર્સ જે કામગીરી કરી રહેલ છે તે ખુબજ પ્રશંનીય છે અને જુનીયર વકીલોને ઝડપી  રીતે કેસો ચલાવવા માટે પ્રેરણા આપેલ હતી. ડી.જી.પી. વોરા સાહેબએ પણ પ્રસંગને  અનુરૂપ વકતવ્ય આપેલ હતું. સમગ કાર્યક્રમનું સંચાલન યુવા લોયર્સના કન્વીનર હેમાંશુ  પારેખએ કરેલ તથા આભાર વિધી અજયભાઈ પીપળીયાએ કરેલ હતી.   

યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર  હેમાંશુ પારેખ તથા સીનીયર એડવોકેટ નરેન્દ્રસિંહ ચાવડા, તથા વિરેન રાર્ણાંગા, આનંદ  પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રોતેશ ટોપીયા, દર્શન ભાલોડી,  સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષીલ શાહ, કેતન સાવલીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ  જાડેજા, મીલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળકોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણોયાર,  (વિજય પટગીર, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા જયપાલ  સોલંકી વિગેરે સીનીયર જુનીયર વકીલો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ  હતા.   

સદરહું પ્રોજેકટને સફળ બનાવવા માટે નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન  છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, વીકી વ્યાસ,  ચંદ્દેશ સાકરીયા, અજીત પરમાર, પ્રફુલ રાજાણી, રાહુલ મકવાણા, ધર્મેશ સખીયા, કલ્પેશ  મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા, મહેશ ગમારા, ચીરાગ કુકરેચા, જય  મગદાણી,ભાવીન બારૈયા, જય બુધ્ધદેવ, નીકુંજ મહેતા, વિગેરે યુવા કાર્યકરો જહેમત  ઉઠાવી રહેલ છે. આ પ્રોજેકટમાં માર્ટીની લેડીઝવેરના હિમાંશુ જાદવ રાજકોટનો વિશેષ  સહયોગ મળેલ છે.

(3:21 pm IST)