Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સ્વ.ધારાશાસ્ત્રી-સાંસદ અભયભાઇની માસિક પુણ્યતિથિએ યોજાયેલ રકતદાન કેમ્પમાં મુખ્યમંત્રી દ્વારા શ્રધ્ધાંજલી અપાઇ

૧૦૧૭ રકતદાતાઓ દ્વારા રકતદાન કરાયું : રાજકીય આગેવાનો, વડીલો-ડોકટરો સહિતના અગ્રણીઓની ઉપસ્થિત : ભારદ્વાજ પરિવારને સાંત્વના અપાઇ

રાજકોટ,તા. ૨: ધારાશાસ્ત્રી સ્વ. અભય ભારદ્વાજની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બેડીપરા પટેલ વાડીમાં મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ સફળ આયોજનમાં સવારથી રકતદાતાઓની લાંબી કતારો લાગેલ હતી. આ રકતદાન કેન્દ્ર કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા તથા અંશ ભારદ્વાજના હસ્તે ખુલ્લુ મુકાયેલ હતું.

મહા રકતદાન કેમ્પની ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, અંજલીબેન રૂપાણી, પ્રદેશ અગ્રણી નીતીન ભારદ્વાજ સહીતનાઓએ રકતદાન કરનારને ત્યાં જઇ ખબર અંતર પુછતા રકતદાતાઓ ભાવવિભોર બની ગયા, મુખ્યમંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય કરેલ હતુ અને રકતદાન કેમ્પને બીરદાવ્યો હતો.

આ મહારકતદાનમાં એક હજાર સતર (૨૦૧૭) રકતદાતાએ રકતદાન કરી અને સ્વ. અભય ભારદ્વાજને ભાવભરી પ્રથમ માસીક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી આપેલ હતી. સમગ્ર આયોજનમાં ધારાશાસ્ત્રી દીલીપ પટેલ, કેયુર કેરાલીયા, આર.પી.પટેલ, ધારાશાસ્ત્રી દીલીપ મહેતા, સી.એચ. પટેલ, નિલેશ પટેલ, અનીલ રાઠોડ કોર્પોરેટર દ્વારા સફળ બનાવા પ્રયત્ન કરેલ હતા અને આ તમામ આયોજકોએ આખો દીવસ ખડેપગે રહીને જહમત. આ રકતદાન કેન્દ્રમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ખાસ હાજર રહી માસીક શ્રધ્ધાંજલી આપેલ હતી.

આ મહા રકતદાન કેમ્પમાં પ્રગતિ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ દ્વારા મહારકતદાન કેમ્પમાં આવનાર દાતાનું ડાયાબીટીશ, વિના મુલ્યે પ્રગતિ હોસ્પિટલના ડોકટર અમીત હાપાણી, ડોકટર બબીતા હાપાણી, ડોકટર અંકુર સીણોજીયા, ડોકટર રાજેશ વાઘંસિંહ અને ભરત સોલંકીએ રકતદાતાશ્રીઓનું ચેકઅપ કરેલ હતું.

ભાજપ ડોકટર સેલના ડોકટર અતુલ પંડ્યા, ડોકટર એમ.વી. વેકરીયા, ડોકટર રાજેશ શાણજા, ડોકટર જય ધીરવાણી વિગેરેએ કેમ્પની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવેલ અને ડોકટરે બનાવેલ કેમ્પને કેબીનેટ મંત્રીશ્રી જયેશ રાદડીયાએ મુલાકાત લીધેલી.સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ સાસંદ ડોકટર વલ્લભભાઇ કથીરીયા, માધુભાઇ બાબરીયા, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, કશ્યપ શુકલ, નેહલ શુકલ, ગોરધનભાઇ ધામેલીયા, ગોવિંદભાઇ રાણપરીયા, કોર્પોરેટરો અનિલ રાઠોડ, મુકેશ રાદડીયા, જયમીન ઠાકર, ભુપત બોદર સહીતના અનેક પદાધિકારીઓ ખાસ હાજર રહેલ.

(2:36 pm IST)