Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

સ્વ. ગીલાભાઇ આહીરને સેવામય અંજલી : રકતદાન કેમ્પમાં ૭૧૬ યુનિટ એકત્ર

રાજકોટ : ખ્યાતિપ્રાપ્ત વ્યકિતત્વ ધરાવનાર સ્વ. ગીલાભાઇ આહીરની ૯ મી પૂણ્યતીથી નિમિતે આ વર્ષે પણ રકતદાન કેમ્પનું સેવામય આયોજન કરાયુ હતુ. મેઘાણી રંગભવન ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં ઉત્સાહભેર લોકોએ રકતદાન કરતા ૭૧૬ બોટલ રકત એકત્ર થયેલ. જે જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરાયુ હતુ. આ કેમ્પમાં અખિલ મચ્છોયા આહિર સમાજ ટ્રસ્ટ દ્વારકાના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયા, પૂર્વ ડે. મેયર મુકેશભાઇ ડાંગર, જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ડાંગર, પૂર્વ કારોબારી ચેરમેન જિ.પં. અર્જુનભાઇ ખાટરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, આહીર અગ્રણી જશુભાઇ રાઠોડ, પી. ડી. એમ. કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રદિપભાઇ ડવ, હરીભાઇ ડાંગર બાપલીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નીતિનભાઇ ઢાંકેચા, સુરેન્દ્રસિંહ વાળા, વિજયસિંહ જાડેજા (ચાંદલી), સવજીભાઇ મૈયડ, જે. ડી. ડાંગર, પ્રભાતભાઇ ડાંગર, સુરેશભાઇ ગરૈયા, નિલેશભાઇ મારૂ, વિજયભાઇ વાંક, મુકેશભાઇ ચાવડા, નીતિનભાઇ રામાણી, સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા, ગૌતમભાઇ ગૌસ્વામી, વિરેનભાઇ કાચા, હિતેષભાઇ ચાવડા, જે. પી. જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા (મોડપર), હિતુભા પડવલા, ડો. જગમાલ ઘુસર, ડો. પ્રશાંત વણજર, ડો. પ્રતિક ભાડજા, ડો. મહાવીર મુંદ્રા, ડો. કકકડ, વિક્રમભાઇ ખીમાણીયા, રાજુભાઇ ડાંગર, પ્રવિણભાઇ સેગલીયા, રોહીતભાઇ ચાવડા, દીલીપભાઇ બોરીચા, વિપુલભાઇ ડવ, સુરજભાઇ ડેર, વરજાંગભાઇ હુંબલ, એડવોકેટ પ્રશાંત લાઠીગ્રા, એડવોકેટ કેતન મંડ, એડવોકેટ દિનેશ વારોતરીયા, એડવોકેટ મહેશ ચાવડા, એડવોકેટ વિમલ ડાંગર, પી.એસ.આઇ. આર.ટી. વ્યાસ, પી.એસ.આઇ. વનજરાજભાઇ બરબસીયા, ચંદુભાઇ પરમાર, રાજવીરસિંહ વાળા, ચીકુભાઇ જાડેજા, જયરાજસિંહ જાડેજા (માખાવડ), કુલદિપસિંહ જાડેજા, મિલનભાઇ મુંધવા, આહીર સમુહલગ્ન સમિતિ, આહીર કર્મચારી મંડળ, સૌરાષ્ટ્ર કરણી સેનાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(2:36 pm IST)