Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

વિદેશી દારૂના પાંચ ગુનામાં સામેલ બુટલેગર ચંદ્રેશ ઉર્ફે કાળીયો પાસામાં

ક્રાઇમ બ્રાંચે વોરંટની ઉજવણી કરીઃ ભુજ જેલમાં ધકેલી દેવાયો

રાજકોટ, તા.૨: શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઝડપાયેલ વિદેશી દારૂના પાંચ ગુનામાં સામેલ બુટલેગરને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના ભકિતનગર, બી ડીવીઝન, એ ડીવીઝન પોલીસ મથકમાં વિદેશી દારૂના પાંચ ગુનામાં પકડાયેલા બુટલેગર ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાંઉ (ઉ.વ.૩૪) (રહે.હુડકો ચોકડી પાસે રાધેશ્યામ સોસાયટી શેરી નં.૬ કોઠારિયા રોડ)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ.આર.વાય.રાવલ, એએસઆઇ. શૈલેષભાઇ, હેડ કોન્સ રાજુભાઇ, ઇન્દ્રજીતસિંહ, કોન્સ રાહુલગીરી ગૌસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી, હેડ કોન્સ વિરેન્દ્રસિંહ જાડેજા, સહિતના સ્ટાફે બુટલેગર ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇ ચાઉંની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલી દીધો હતો. ચંદ્રેશ ઉર્ફે કાળીયો અગાઉ ક્રાઇમ બ્રાંચ, ભકિતનગર, વાંકાનેર, બાબરા પોલીસ મથકમાં વિદેશી દારૂના ૧૫ ગુનામાં પકડાઇ ચૂકયો છે અને અગાઉ પાંચ વખત પાસામાં પણ જઇ ચૂકયો છે.

(2:34 pm IST)