Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

પરસાણાનગરમાં ફોનના ખર્ચા બાબતે વિશાલ ગદનાણી પર ત્રણ શખ્સોનો હુમલો

કાલુ, મુસ્તાક અને બન્નો સહિત સામે ફરીયાદ

રાજકોટ, તા. ર : પરસાણાનગરમાં મોબાઇલ ફોનના ખર્ચા બાબતે યુવાન પર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર રેફયુજી કોલોનીમાં રહેતો વિશાલ રાજેશભાઇ ગદનાણી (ઉ.વ.૧૮) રાત્રે પરસાણાનગર શેરી નં. ૬માં હતો ત્યારે રેફયુજી કોલોનીમાં રહેતા કાલુ, મુસ્તાક અને બન્નો નામના શખ્સોએ આવી ધોકા વડે માર મારી નાશી ગયા હતાં. દોઢ મહિના પહેલા દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતા શખ્સો સાથે ઉછીના પૈસા બાબતે થયેલી માથાકુટમાં પોતાનો ફોન તૂટી ગયો હોઇ ગઇકાલે તે ફોનના ખર્ચના પૈસા લેવા જતા ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મોચી બજાર પાસે યુવાન પર હુમલો

જંગલેશ્વર હુસેની ચોકમાં રહેતા રહેમાનભાઇ ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૯) ગઇકાલે પોતે મોચીબજાર ખાડામાં ફ્રુટના ગોડાઉનમાં હતાં ત્યારે શબ્બીર રફીકભાઇ શેખએ ઝઘડો કરી ઉશ્કેરાઇને લાકડાના ધોકા વડે માર મારતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પ્રનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

માલીયાસણમાં બે મહિલા પર હુમલો

માલીયાસણ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા કાશીબેન વલ્લભભાઇ સોલંકી ઉ.વ.૯૦) પુત્રવધુ હસી સાગરભાઇ સોલંકી ઉ.વ.ર૦) બંને રાત્રે ઘરે હતાં ત્યારે છોકરા બાબતે ઝઘડો થતા સાગરભાઇ સોલંકીના બનેવી અજય અને તેનો મિત્ર અશોક સહિતના શખ્સોએ ધોકા વડે  માર મારતા વૃદ્ધા કાશીબેન અને પુત્રવધુ હસીને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:34 pm IST)