Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

જેલમાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવતો કેદી ગગજી જોગરાણા કાચના ટૂકડા ખાઇ ગયો

રાજકોટ,તા. ૨: સેન્ટ્રલ જેલમાં ભાવનગરમાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવતો કેદી કાચના ટૂકડા ખાઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ભાવનગરમાં દુષ્કર્મના કેસમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો ગગજી ભગવાનજીભાઇ જોગરાણા (ઉવ.૩૪) રાત્રે પોતાની બેરેકમાં હતો. ત્યારે દીવાલ પર લગાવેલ કાચના ટુકટા ખાઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગેની જાણ થતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ કે.સી.રાણા તથા રાઇટર ગૌતમભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:32 pm IST)