Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ફાયર સેફટી મુદ્દે ડોકટરો-મ્યુ. કોર્પોરેશન આમને-સામને

ફાયર NOC નો તંત્ર વ્યવહારૂ ઉકેલ લાવેઃ આઇ.એમ.એ.નું આવેદન : હોસ્પીટલો 'સીલ' થશે તો દર્દીને દાખલ નહી કરાય-માત્ર તપાસ થશે અને હોસ્પીટલોની ચાવી મ્યુ.ની તંત્રને આપી હોસ્પીટલોનુ સંચાલન સોંપી દેવાશેઃ ડો. જય ધીરવાણી

ફાયર સેફટી મુદ્દે ડોકટરોએ મ્યુ. કમિશનરને આવેદન આપ્યુ તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ર :.. શહેરની હોસ્પીટલોમાં ફાયર સેફટીનાં અપૂરતા સાધનોનાં મુદ્દે મ્યનિસીપલ  કોર્પોરેશને હોસ્પીટલો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરતાં આ મુદ્દે ડોકટરો અને તંત્ર બન્ને આમને સામને આવી ગયાની સ્થીતી સર્જાઇ છે. કેમ કે આજે ફાયર એન. ઓ. સી.નો વ્યવહારૂ ઉકેલ લાવવા અંગે ઇન્ડીયન મેડીકલ એસો. એ જયારે મ્યુ. કમિશનરશ્રીને આપ્યું. ત્યારે તેઓ આ બાબતમાં કોઇ સહકાર આપી નહી શકે.

તેવો નિર્દેશ આપતાં. હવે ડોકરોએ એવી ચિમકી ઉચ્ચારી છે. કે જો એકપણ હોસ્પીટલ સીલ થશે તો હોસ્પીટલોની ચાવી. મ્યુ. કોર્પોરેશનમાં જમા કરાવી અને તેઓને જ હોસ્પીટલોનું સંચાલન સોંપી દેવાશે.

આ અંગે આઇ. એમ.એ રાજકોટનાં પ્રમુખ ડો. જય ધીરવાણીએ જણાવેલ કે, ફાયર સેફટીનાં અપૂરતાં સાધનોને કારણે તંત્ર એન. ઓ. સી. આપતુ નથી અને ૧પ દિવસની ટૂંકી મુદતમાં નવા નિયમ મુજબ ફાયર સેફટીનાં સાધનો કે વ્યવસ્થા ન થાય તો હોસ્પીટલોને 'સીલ' કરવા નોટીસો અપાઇ રહી છે. ત્યારે આ બાબતનો વ્યવહારૂ ઉકેલ લાવવા આજે મ્યુ. કમિશનરશ્રી અગ્રવાલને વિસ્તૃત આવેદન પત્ર પાઠવાયેલ.

આ આવેદનમાં મુખ્ય માંગ એ હતી કે અનેક સેવાભાવી હોસ્પીટલો સહિતની હોસ્પીટલો જુના બિલ્ડીંગ છે. જે ૩૦ વર્ષોથી વધુ જુની છે. જેથી તેમાં નવી સીડીકે ફાયર એકઝીટ (પાછળનો દરવાજો) અને ૪૦ હજાર લીટર પાણીનો ટાંકો આ બધુ ૧પ દિવસમાં બનાવવુ શકય નથી.

ઉપરાંત અનેક નાની હોસ્પીટલો કોમ્પલેક્ષોમાં છે. જેમાં અન્ય દુકાનો પણ હોય છે. તેઓ ફાયર સેફટીની વ્યવસ્થા ન કરે તો બિલ્ડીંગને ફાયર એન. ઓ. સી. મળે નહીં.

આમ આવી વિટંબણાઓને કારણે ફાયર એન. ઓ. સી. માટે ૮ થી ૧ર મહીનાની મુદત આપવા માંગ  કરાયેલ. પરંતુ મ્યુ. કમિશનર આવી માંગ ગ્રાહ રાખી ન શકાય તેવો નિર્દેશ આપતાં. બધા ડોકટરોની ઇમરજન્સી બેઠક બોલાવાઇ હતી. જેમાં સૌએ એવો નિર્ણય લીધો હતો કે હવે જો તંત્ર દ્વારા હોસ્પીટલો સીલ કરશે તો ડોકટરો માત્ર ઓ. પી. ડી. એટલે કે દર્દીને તપાસશે. અને ઇન્ડોર પેસન્ટ એટલે કે દર્દીની દાખલ નહી કરે તેવો સર્વાનુમતે નિર્ણય  લઇ અને જો ગંભીર સ્થીતિ સર્જાવતો હોસ્પીટલોની ચાવી મ્યુ. કોર્પોરેશને સોંપી હોસ્પીટલોનું સંચાલન તંત્રને સોંપી દેવા નિર્ણય લેવાયો હતો.

(3:49 pm IST)