Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ભાજપ લોક સુવિધામાં નિષ્ફળઃ કોંગ્રેસ લોકોને ગમે તેવું શાસન આપશેઃ મનીષ દોશી

રાજકોટમાં કોંગ્રેસની ચુંટણી ઢંઢેરા સમીતીની બેઠકમાં પ્રવકતાનું ઉદબોધન

રાજકોટ, તા., ૧: આજે આગામી મનપાની ચુંટણીના ચુંટણી ઢંઢેરા માટે શહેર કોંગ્રેસની બેઠકમાં માર્ગદર્શન માટે આવેલ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપના પાંચ વર્ષનાં શાસનમાં લોકોએ સુવિધાઓ મળી નથી અને સામે બેફામ ટેક્ષ વસુલાયો છે. ત્યારે કોંગ્રેસનાં ચુંટણી ઢંઢેરામાં સામાન્ય નાગરીકોને પરવડે તેવું ટેક્ષ માળખુ, લોકોને પાણીલાઇટ, સફાઇની પ્રાથમીક સુવિધાને પ્રાધાન્ય અપાશે. આ માટે કોર્પોરેટરો, પ્રબુધ્ધ નાગરીકો, સંગઠ્ઠનોનાં સુચનો લઇને પછી ચુંટણી ઢંઢેરો બહાર પડાશે. જેમાં ભાજપ માટે બલેક પેવર એટલે કે તેઓનાં શાસનની બાજુ કોંગ્રેસે અગાઉ આપેલા પ્રજાવિમુખ શાસનની વાત સાથે આવનારા પાંચ વર્ષનાં કોંગ્રેસ પ્રજાને શું આપશે? તેની વિગતો જાહેર થશે.

(3:46 pm IST)