Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

S.T. ડ્રાઇવરની પ્રમાણીકતાઃ દાગીના સાથેના પર્સના માલીકને શોધી પરત કર્યું

રાજકોટઃ એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા લલીતભાઇ ગોંડલીયા ગત તા ૩૧મીએ રાત્રે રાજકોટ-સુરત રૂટની સ્લીપર કોચ બસ લઇને પેસેન્જર લઇને નિકળ્યા હતા અને એક દંપતીનું રીઝર્વેશન હોઇ, તેને લિંબડીથી બેસાડયા હતા બાદ સવારે પોતે સુરત એસ.ટી.ડેપોમાં પહોંચ્યા હતા અને બસમાંથી તમામ પેસેન્જર ઉતર્યા બાદ ડ્રાઇવર લલીતભાઇ બસમાં ચેક કરતા હતા ત્યારે ૭-૮ નંબરની સ્લીપરમાંથી એક પર્સ મળી આવ્યું હતું અને તેમાં સોનાની બુટ્ટી અને એકસ્માર્ટફોન અને જરૂરી કાગળો હતા. બાદ ડ્રાઇવર લલીતભાઇએ રીઝર્વેશન લીસ્ટમાં નામ અને ફોન નંબર મારફતે તેના માલીકનો સંપર્ક કરી પર્સ તેના માલીકને પરત કરી પ્રમાણીકતા દાખવી હતી.

(4:01 pm IST)