Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સ્માર્ટ સીટી રાજકોટમાં હજુ ૭૦ પરિવારો ટોઇલેટ વગરના

ઓડી.ફ્રી અને સ્વચ્છ સર્વેક્ષણમાં અગ્રતાની વાતોનાં વડા કરતા શાશકોને અરીસો બતાવતા ગાયત્રીબાઃ મોરબી રોડ ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા પરિવારોને પાણી અને શૌચાલયની સુવિધા આપવા મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ર : શહેરને સ્માર્ટ સીટી બનાવવા અંતે ઓડીફ્રી એટલે કે જાહેરમાં શૌચકીયા મુકતીની વાતો કરતા શાશકો સ્માર્ટ સીટીની હકીકતનો અરીસો બતાવતી રજુઆત પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ વિપક્ષીનેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ.કમિશ્નરને કરી છે. તેઓએ વોર્ડ નં.૪ના મોરબી રોડ વિસ્તારની ઝુપડપટ્ટીના ૬૦ થી ૭૦ જેટલા પરિવારોને શૌચાલયની સુવિધા પુરી પાડવા માંગ ઉઠાવી છે.

આ અંગે ગાયત્રીબાએ મ્યુ.કમિશ્નરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોરબી રોડ ઝુપડપટ્ટીના વિસ્તારના સ્થાનીક લોકો છેલ્લા ૧૮ થી ર૦ વર્ષથી આ જગ્યા ઉપર વસવાટ કરે છે. અને કાચા કન્તાનના ઝુપડાઓમા રહી છુટક મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવે છે.

આ ગરીબ માણસો અત્યાર સુધી આજુ બાજુની ખુલ્લી અને ખેતરાઉ જગ્યાનો જાહેર શૌચ ક્રિયા માટે ઉપયોગ કરતા હતા પરંતુ કુદકોને ભુસકે વધી રહેલું રાજકોટ અને નવી નવી સોસાયટીઓ આકાર લેતા આ ગરીબ માણસોને કે જેમાં ૬૦ થી ૭૦ પરીવારો અને મોટા ભાગના મહીલાઓ અને યુવાન છોકરીઓને આ ગંભીર સમસ્યા ઉદભવી છે

ગાયત્રીબાએ વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર જયારે સ્માર્ટ સીટી બની રહ્યું અને જાહેર શૌચ મુકત સીટીની જયારે વાત ચાલી રહી છે ત્યારે આ સમસ્યા ગંભીર ગણી તેનો તાકીદે ઉકેલ લાવવો જરૂરી છે કારણ કે૭૦ પરીવારની મહીલાઓની ઇજજત આબરૂ અને સન્માનનો પણ પ્રશ્ન છે. ત્યારે આ સમસ્યાનો કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે તેમને મળવા પાત્ર સુવિધા ઝડપથી પ્રાપ્ત થાય તે બાબતે તાત્કાલીક યોગ્ય કરવા માંગ છ.ે

ઉપરોકત રજુઆતમાં વોર્ડ નં. ૪ના કોર્પોરેટરો રેખાબેન ગજેરા ત્થા સિમીબેન જાદવ વગેરે સહીત સ્થાનિક કાર્યકરો આગેવાનો જોડાયા હતા.

(3:44 pm IST)