Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

સાધુ વાસવાણી સ્કૂલનો વાર્ષિકોત્સવ ''કલાસંગમ'': વિદ્યાર્થીઓએ રજૂ કરી સુંદર કૃતિઓ

રાજકોટઃ સાધુ વાસવાણી સ્કુલ (૫- ગાયકવાડી) દ્વારા પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે સ્કુલનો વાર્ષિકોત્સવ ''કલાસંગમ-૨૦૧૯'' ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રમુખ સ્થાનેથી ક્રાઈસ્ટ પોલીટેકેનીક ઈન્સ્ટીટયુટના પ્રિન્સિપાલ શ્રીમતી નિમ્ફીયા ગોગીઆએ સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ આપવાની શાળાની નિષ્ઠાને બિરદાવી હતી. આ પ્રસંગે જંકશન વિસ્તારની જૂની શાળા ભારતીય વિદ્યાલયના ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રી ભાઈશંકરભાઈ પુરોહિતનું શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રી બી.બી.ગોગીઆ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ''કલાસંગમ-૨૦૧૯''માં વિદ્યાર્થીઓએ એલઈડી બટરફલાય, લિલિપુટ, હેલારો, ટ્રેડીશનલ ગરબા જેવી મનોરંજક કૃતિઓ ઉપરાંત 'સેવવોટર', ફાધર થીમ, સેવગર્લ ચાઈલ્ડ, પેટ્રોએટીક થીમ જેવી સંદેશાત્મક કૃતિઓ રજુ કરી. ઉપસ્થિત સહુ દર્શકગણના મન જીતી લીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી મીનાબેન બાલાણી કુ.સ્વાતિ શાસ્ત્રી તથા શ્રીમતી કોમલ રાવલે માર્ગદર્શન પુરૃં પાડયું હતું.

(3:32 pm IST)