Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

શાસ્ત્રી મહારાજ દીક્ષા શતાબ્દી ભાવાંજલી મહોત્સવના સ્વયંસેવકોને બિરદાવાયા

રાજકોટ : સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના સ્થાપક પૂ. સદ્દગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દીક્ષા મહોત્સવ ભાવાંજલી મહોત્સવમાં તન મન ધનથી સેવા કરનાર ગુરૂકુલના ઉત્સાહી સ્વયંસેવકોને મહંત સ્વામી દેવકૃષ્ણદાસજીના હસ્તે મોમેન્ટો, પુસ્તકો  અને ગુલાબ પાંદડીઓની વર્ષા કરી બિરદાવવાનો એક કાર્યક્રમ તાજેતરમાં યોજાય ગયો. જેમાં સભા મંડપ, ઉતારા વિભાગ, રસોડા વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, પ્રદર્શન વિભાગ, સફાઇ વિભાગ, ટ્રાફીક વિભાગ, સ્વાગત કક્ષ વિભાગના ૨૫૦૦ સ્વયંસેવક ભાઇ બહેનોને સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રિયદાસજી સ્વામીએ સમગમ્ર પ્રસંગની રૂપરેખા વર્ણવી હતી. હૈદ્રાબાદથી પધારેલ શ્રી દેવપ્રસાદ સ્વામીએ જણાવેલ કે તમામ સ્વયંસેવકોની સેવા અનોખી હતી. સેવાથી જ ફળ મળે છે. ભગવાન સ્વામિનારાયણની દયા અને શાસ્ત્રીજી મહારાજની અમી દ્રષ્ટીથી કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો તે બહુ મોટી વાત છે. લક્ષ્મીનારાયણ સ્વામીએ પણ જણાવેલ કે અત્યાર સુધી ગુરૂકુલ પરિસરમાં જે જે કાર્યક્રમો થયા તેનો હું સાક્ષી રહ્યો છુ. આ ભાવાંજલી મહોત્સવ પણ ખુબ સરસ રહ્યો. કોઇને કયાંય તકલીફ ન પડી તે સ્વયંસેવકોને આભારી છે. આશીર્વચન આપતા પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આપણા કાર્યમાં ભગવાન હંમેશા સાથે રહ્યા છે. સ્વયંસેવકો સેવા આપીને પ્રસંગને દિપાવી દીધો. ભગવાન સૌ ઉપર રાજી રહે અને ભકિતનું વિશેષ બળ અર્પતા રહે તેવા આશીર્વાદ આપુ છુ. રવિવારે રાત્રે યોજાયેલ આ સભામાં વિશાળ સંખ્યામાં ભાઇબ હેનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં વિશ્વજીવન સ્વામીએ ભાવાંજલી કાર્યક્રમની સુંદર છણાવટ કરી હતી. તેમ રૂગનાથભાઇ દલાસાણીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:36 pm IST)