Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

સરગમ પરિવાર દ્વારા સંગીત મહેફીલ

 વર્ષ ૨૦૧૭ ને વિદાય અને ૨૦૧૮ ને આવકારવા સરગમ પરિવાર દ્વારા ગીત જલ્સાનું આયોજન કરાયુ હતુ. સરગમી સભ્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસ્પર નવાવર્ષની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ સૌને આવકાર્યા બાદ મ્યુઝિકલ મેલોઝ ગ્રુપના રાજુભાઇ ત્રિવેદી પ્રસ્તુત કાર્યક્રમમાં જાણીતા ગાયક નફિસ આનંદ, આસિફ જેરીયા, સોનલ ગઢવી, કાજલ કથરેચા વગેરેએ જુના નવા ગીતોની રમઝટ બોલાવી હતી. રાત્રે ૧૨ ના ટકોરે સૌએ નવા વર્ષના વધામણા કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, ગુણવંતભાઇ પરસાણા, દિપક શાહ, રાજેન્દ્રસિંહ ગોહિલ, ગીતાબેન હીરાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)