Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ચોરીના ગુનામાં કબજે લેવાયેલ દાગીના મુળ માલીકને પરત આપવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. રઃ કાલાવડ રોડ પર પાર્ટી પ્લોટમાં થયેલ રૂ. પ,પ૦,૦૦૦/-ની ચોરીના દાગીના મુળ માલીકને સોંપવા અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે તા. રર-૧૧-ર૦૧૭ના રોજ ફરીયાદી ગુણવંતભાઇ વિઠ્ઠલભાઇ તાળા, રહે. ''શ્રી હરી', એચ. જે. દોશી હોસ્પીટલ મેઇન રોડ, માલવીયાનગર, રાજકોટવાળાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાની દિકરીના લગ્ન પ્રસંગે થયેલ રૂ. પ,પ૦,૦૦૦/-ના દાગીના ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદ મુજબ તા. ર૧-૧૧-ર૦૧૭ના ફરીયાદીની દિકરીના કરણ પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ ખાતે લગ્ન હતા ત્યારે એક ૧ર થી ૧૪ વર્ષનો છોકરો સોના-ચાંદીના દાીનાની થેલી કે જે સાહેદ જોશનાબેન પાસે રાખેલ જેમાં સોનાની બંગડી કડાનો સેટ ૧ર૧.૩૬૦ ગ્રામ, એન્ટીક પંજો-૧ વજન ૩૦.પ૦૦ ગ્રામ તથા સોનાની વિંટી વજન-ર.૭૦૦ ગ્રામ તથા ચાંદીની ગાય તથા કડા જેની કિંમત રૂ. ૮૦૦૦/- મળી રૂ. પ,૪પ,ર૭૯/- ની ચોરી થયેલ. જે કામે પોલીસે આરોપી સુનીતા ઉર્ફે સુનીયા રામબાબુ સિસોદીયા, ગામ કડીયા, થાના-બોડા, તા. પાંચોલ, જી. રાજગઢ (મધ્ય પ્રદેશ) વાળાની ધરપકડ કરેલ હતી.

ત્યારબાદ ફરીયાદીએ પોતાના મુદામાલ સોના ચાંદીના દાગીના પરત મેળવવા કોર્ટમાં અરજી કરેલ. જે કામે તેઓએ સોના ચાંદીના દાગીના પોતાના માલીકીના હોવાનું જણાવેલ તેમજ તે સાથેના બીલો રજુ કરેલ. તેમજ સદર કામે દાગીના જયાંથી ખરીદ કરવામાં આવેલ તે જવેલર્સનું સોગંદનામું પણ આ કામે રજુ રાખેલ. તેમજ આ કામે અરજદાર વેપારી હોય, દાગીના તેઓની માલીકીના હોય અને જયારે કોર્ટ કહેશે ત્યારે રજુ રાખવાની બાહેંધરી આપેલ. સદરહું દલીલોને ધ્યાને લઇ સદરહું સોના ચાંદીના દાગીના આ કામના ફરીયાદીને સોંપવા હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી રોકાયેલ હતા.

(3:33 pm IST)