Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મુખ્યમંત્રીનું સંવેદનશીલ પગલુઃ ગીફટમાં મળેલ ફ્રુટનું ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિતરણ

રાજકોટ : રાજયની ધુરા બીજી વખત સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું એરપોર્ટ ખાતે વિવિધ સંસ્થાઓ અને નગરજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરાયુ હતુ. એ દરમિયાન તેઓને મળેલ ફ્રુટ, ડાયફ્રુટ, શાલ સહિતની સામગ્રીનું તેઓએ કે.ટી.ચિલ્ડ્રન સીવીલ હોસ્પિટલના બાળ દર્દીઓને વિતરણ કરી સંવેદનશીલતા દાખવી હતી. આ ફ્રુટ વિતરણ સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, સ્ટેન્ડીંગ ચેરમેન પુસ્કર પટેલ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી લલીત વાડોલીયા, સોમભાઇ ભાલીયા, રાજન સિંધવ, રવજીભાઇ મકવાણા, બાબુભાઇ હરસોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા સીવીલ હોસ્પિટલ કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, સીવીલ અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા, ડીન ડો. યોગેશ ગોસ્વામી સહીતનાએ સંભાળી હતી.

(3:33 pm IST)