Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રેસકોર્ષમાં ૧૦મીએ પતંગોત્સવ : તડામાર તૈયારીઓ

દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે : કોર્પોરેશન તથા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજન

રાજકોટ : કોર્પોરેશન તથા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આગામી તા.૧૦ જાન્યુઆરી ના રોજ રેસકોર્ષ ખાતે ભવ્ય આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૧૮ યોજાશે. આ પતંગ મહોત્સવ ખુબ જ ધમાકેદાર થાય અને વધુમાં વધુ પતંગબાજો ભાગ લ્યે તેના આયોજન માટે આજ  રોજ મેયર ડો. જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમિનભાઈ ઠાકર, ડે.કમિશનર સી.કે. નંદાણી, ગુજરાત પર્વોત્સ્વના અધીકારી પઢિયાર, મ્યુનિ કોર્પોના આસી.મેનેજર અમિત ચોલેરા, કાથરોટીયા ઉપસ્થિત રહેલ.આ પતંગ મહોત્સવમાં રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કઈ કઈ કામગીરી કરવાની તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

(3:31 pm IST)