Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મહેરામણમાં મીઠા વીરડા- અમારા માવતર હીરાલક્ષ્મીબેન તથા નર્મદાશંકરભાઇ રાવલ

માને ઓળખીએ એટલે ઇશ્વર આપોઆપ સમજાઇ જાય :ચલો ચલે મા સપનો કે ગાંવમેં કાંટો સે દુર કંહી ફુલોકી છાંવમેં

 ન તુમ હોંગે ન હમ હોંગે

હઝારો મંઝીલે હોંગી

હઝારો કાફિલે હોંગી

બહારે તુમકો ઢુંઢેગી

ન જાને તુમ કહા  હોંગે?

મહોરામણમાં મીઠા વીરડા જેવા અને મીઠા ભોજન તથા મીઠા ભજનના શોખીન એવા અમારા પુણ્ય સલીલા માતુશ્રી હીરાબેનના મોક્ષપ્રયાણને આજે એક વર્ષ પુરૂ થયું છે ત્યારે તેમના માટે શ્રધ્ધા અને અહોભાવથી અમારા અંતર છલકે છે...

એવુ નથી મા કે અમે  તમને આજે જ યાદ કરીએ છીએ અમને રોજ હરપળે ખાતા પીતા ઉઠતા બેસતા સુતા સહજ રીતે જ તમારી યાદ આવતી જ  રહે છે. પવનની ઠંડી લ્હેરખીની જેમ ભીની માટીની મહેકની જેમ   અજવારાના ઉઘાડની જેમ- પાણીની અમૃતમયી છાલકની જેમ  અને તમારી પાછળ જ અમે અનુભવીએ છીએ અમારા પિતાશ્રી શ્રી નર્મદાશંકર રાવલનો અહેસાસ શાંત સોૈમ્ય સરોવર જેવા ભોળા નિષ્પાપ મોૈન ઋષિ જેવા... અને અમારુ મન આકાશ જેવા શુન્યવકાશનો અનુભવ કરે છે સાથે હોય છે તમારા પરમમિત્ર જેવા પુત્ર શ્રી સુરેશ ચંદ્ર રાવલ-ધર્મભીરુ-પાપભીરૂ-કર્મ ભીરૂ- અને ગાયત્રીભકત- બધાજ માટે હેતાળ... કેમ ભુલીએ? ઇશ્વરના વરદાન જેવી બધાની લાકડી તથા તન મનથી સુંદર સાદગીસભર એવી અમારી બહેન હરબાલા... આપણા પરિવારના આકાશમાં  ધુમકેતુની જેમ તેજ લીસોટી પાડીને પ્રકાશમાં પરિવર્તીત થઇ ગયેલો નન્હો  ફરીસ્તો નેહલ કીર્તીકુમાર રાવલ... જેની યાદમાં ભાઇ ભાભીએ ૨૦ વર્ષો નાના ટબુકલાને પ્રેમ સંસ્કાર આપ્યા... જોય પ્લે હાઉસ રૂપે...

આ બધા દિવંગતાને આજે અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ

 જયશ્રી ભાભીને તો પહેલી તારીખના પગારની જેમ બાની યાદ આવે... આજે મીઠી સેવ બાને બહુ  ભાવે. આજે ધી કેળા સાકર બાને બહુ ભાવે. આજે ખીરપુરી બાને બહુ ભાવે બાને શું ન ભાવે મીષ્ટાન નરમ હોયતે બધુ ભાવે રસપુરી બહુ ભાવે.

છેલ્લા દિવસોમાં બાએ અન્ન ત્યાગ કર્યો હતો ત્યારે હું પુછુ બા કૈલાશમાં ગરમ બુંદી બનશે હું લઇ આવું? કહેશે, ''હા...હા.. લઇ આવ'' મને આશા જાગે  કે  બા ખાશે હું લઇ આવું અને બાને વાટકીમાં ચમચી સાથે આપું એક દાણો મોંમા મુકે અને પછી કહેશે કે '' જયારે મને ખવડાવવાનું મન થાય ત્યારે તમારે ભુલ્યા વિના ખાવું. ઇલા દોશી ઘેર આવે ત્યારે ફોન કરે'' બા સાથે વાત કરાવો અને પછી પુછે'' બાશું લઇ આવું? બા કહેશે, ''પોચો પોચો મોહનથાળ''... બધાજ આવે ત્યારે બા માટે કશું લઇને આવે...

 બા ઘેર આવનાર કોઇને પણ જોઇને ખુબજ ખુશ થાય અને બાજુમાં બેસાડી ભજન ગાય નંદકુવર નાનોરે.., હા'રે કાના નહિ રે આવુંને ઘરે કામ છે.., નાની નાની નથડી તો  ખુબજ ગમે નાચીને ગાય..તુ રામ ભજન કર પ્રાણી-તારી દો દીનકી  ઝીંદગાની... નાનકી ગાગર તો માથે હાથ મુકીને નખરા સાથે ગાય અને નવું શીખવાનું મન થાય ત્યારે કહેશે મને શીખવાડ દુઃખના માર્યા ન મરીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ ગોવિંદો પ્રાણ અમારો રે... ઓહોહો.. હું કેટલા ભજન અને ગીતો યાદ કરૂ.. બાને યાદ શકિત જતી રહી હતી પણ ભજન બધા ધડાકા તડાકા સાથે ગાતા બાના પાસમાંથી કોઇ અમારા ઘેરથી કોળીયો ખાધા  વિના જઇ શકતું નહિ બાનો પરિવાર અને ચાહકો અગણિત... જાણ્યા- અજાણ્યા દીકરા-દીકરીઓનો પાર નહિ. વહુઓને વહુ નહિ પણ દિકરી ગણવી કામવાળાને કામવાળા ગણવા નહિ-રીક્ષાવાળાને રીક્ષાવાળો નહિં... બધાને પ્રેમ અને આદરથી જ બોલાવવા.. ખરેખર ''મા''ને સમજવી જ જોઇએ.. તો ઇશ્વર તુરત જ સમજાઇ જાય...

મને હતું બા નહિ હોય હું ઘરમા નહિ રહી શકુ.. પણ આજે ૧૨ મહિના પછી પણ હું માની હાજરી અનુભવું છું સવારના ઘણીવાર ચાર વાગ્યે હું ચા બનાવતી હોંઉ અને ખભ્ભા પર માડિના હાથનો મીઠો સ્પર્શ અનુભવાય મારા માટે પણ ચા બનાવજે બા ચાના શોખીન.. બાર વાગ્યે દિકરી જમાઇ આવે અને તેઓને પણ બા ઉંઘમાંથી ઉઠીને ચા-આઇસ્ક્રીમમાં સંગાથ આપવા માટે તત્પર.. મા અંગે હું જેટલુ લખુ તેટલુ કમ પડે. મન-પ્રાણથી-વ્યવહાર-વર્તનથી આહાર- વિહારથી મીઠી એવી અમારી માને આજના દિવસે અમારી બધાની મીઠી મીઠી યાદ  હંસાબેન-ગં.સ્વ. જયોતિ સુરેશ-ચી. કિર્તિભાઇ-અ.સોૈ જયશ્રી કીર્તી- ચી. બીમલ રાવલ- અ.સોૈ વષા ર્બીમલ -અ.સોૈ નીલુ ઓઝા- અ.સોૈ ક્રિષ્ના જોશી- અ.સોૈ યુપલ ભટ્ટ- અ.સોૈ ડિમ્પલ ધાબલીયા - અ.સોૈ બ્રિન્દા ત્રીવેદી- અ.સોૈ શિતલભાલુ-  અ.સોૈ જલદીપા  જોષી - ચી. વિનસ ઓઝા- ચી. હિમલ ઓઝા- ચી. હીમલ પંડયા- ચી. હાર્દિક રાવલ-ચી કુલદીપ જોશી- અ.સોૈ આરતી પંડયા- અ.સોૈ પૂર્વી જોશી- ચી. નારાયણ ઓઝા- ચી. સુરેશ જોષી- ચી લલીત પંડયા- ચી. મીલન ભટ્ટ- ચી રાજેશ ધાબલીયા- ચી વિપુલ ત્રિવેદી- ચી  સમીરભાલુ- ચી. જયભટ્ટ- ચી. રાજ ત્રિવેદી- ચી. જાન્હવી ત્રિવેદી - ચી.કૃતિકા ભટ્ટ- ચી. મીતાલી ત્થા યશ- ચી. મીષ્ટી જોષી તથા માહિ જોષી સિંઘ સમાચાર અને નુતન સોૈરાષ્ટ્ર  પરિવારના સર્વસભ્યો તેમજ હુંફ- બોલબાલા- ઇવનીંગ પોસ્ટ અને યુવાસેના પરિવારના સભ્યો.(૪૦.૫)

હંસા રાવલ (મો.૯૪૨૭૭૨૦૯૨૪)

(3:30 pm IST)