Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

બાવા કરસન વાળી જમીનમાં હાઇકોર્ટમાં LPAએ દાખલ કરતું કલેકટર તંત્રઃ કરોડોની જમીન

અગાઉ સરકાર ૨૦૧૬માં હારી ચૂકી છેઃ રાજકોટ સીટી પ્રાંત-૧ દ્વારા હાઇકોર્ટમાં LPA દાખલ કરાઇ

રાજકોટ તા. ૨ : શહેરના ગોંડલ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ પાસેની અત્યંત ચર્ચાસ્પદ બનેલી બાવા કરસનવાળી જમીનમાં આખરે કલેકટર તંત્રે હાઇકોર્ટમાં એલપીએ દાખલ કરી દિધાનું સત્તાવાર સાધનોએ ઉમેર્યું હતું.

સ્વામિનારાયણ ગુરૂકળ પાસેની બે એકર ૧૩ ગુંઠા જમીન કરોડોની કિંમત ધરાવે છે, સરકાર અને બાવા કરશન વચ્ચે જે તે સમયે જમીન વહેંચણી થઇ હતી, સર્વે નં. ૩૪૫ની આ જમીનમાં સરકારને ભાગે ૧.૫ એકર અને બાવા કરસનના ભાગે ૧.૮ એકર જમીન આવી હતી. આ પછી ત્યાં ટીપી અમલમાં આવી હતી અને તેમાં આ જમીનમાં પ્લોટ નં. ૨૦૦ અને ૨૦૧ એમ જાહેર કરાયા હતા.

આ મુદ્દે બાવા કરસને કોર્ટમાં દાદ માંગતા, કોર્ટે ગત તા. ૨૧-૧૦-૨૦૧૬ના રોજ સરકાર વિરૂધ્ધ ચુકાદો જાહેર કરી દિધો હતો, સરકાર હારી ગઇ હતી, કરોડોની જમીન જાય તેવું હતું. આ પછી રાજકોટ કલેકટરની સૂચનાથી રાજકોટ પ્રાંત શ્રી એ.પી.પટેલે હાઇકોર્ટમાં એલપીએ દાખલ કરવા મંજૂરી માંગી હતી, જે મંજૂરી મળી જતા, આજે આ કેસમાં હાઇકોર્ટમાં એલપીએ દાખલ કરાયાનું સાધનોએ ઉમેર્યું હતું.

(3:25 pm IST)