Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લોકકલા-સાહિત્યના ગરૂશિખર શ્રી જોરાવરસિંહજીનું ''જોરૂકું'' સન્માન

જોર એટલે બળ. જોરાવર એટલે બળ જેને વરેલું છે તે અને સિંહ એટલે આંતરીક-બાહ્ય શકિતનું પ્રતિક. એક નામમાં જ ત્રણ-ત્રણ ગુણો સમાવિષ્ટ છે તે લોકકલા- સાહિત્યના ઋષિ પુરૂષ શ્રી જોરાવરસિંહ જાદવ રાજકોટમાં જેમનું હાલમાં જ, તેમના દ્વારા જ દેશ-દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત જામખંભાળીયાના આંબાવાડી કલાવૃન્દે, રૂણ અદાઈગી સ્વરૂપે સ્વર્ણચંદ્રક અર્પણ કરી કર્યુ સન્માન. આ વૃંદના પ્રહરી ડાહ્યાભાઈ નકુમ તથા રાજકોટ શ્રેષ્ઠીઓ સર્વશ્રી કોશિક મહેતા, બળવંત જાની, ભરત યાજ્ઞિક, ડો.રાજેષ તૈલી, જવલંત છાયા, અંબાદાન રોહડીયા તથા શાહબુદ્દીન રાઠોડ અને જેમના સૌજન્યથી આ આયોજન પ્રયોજાયું હતું તે રાજકોટ પીપલ્સ બેંકના શામજીભાઈ ખુંટના કરકમળો દ્વારા આ સન્માન શોભાયમાન થયું.

લોકકલાઓની અનેક શાખોમાં નર્તનનું પૌરુષપ્રધાન, શાસ્ત્રીયતા વિહીન, તાંડવ પ્રકારનું તે નૃત અને જે શબ્દ, અર્થ આધારીત, લાસ્ય-શાસ્ત્રીય છે, તે નૃત્ય ગણાય છે. આ બંને પ્રકારેના ગ્રામ્ય-શહેરી, અભણ, પોતાની જ કલા વિશે કંઈ ન જાણકારા, દિન-હિન દશામાં જીવતાં મદારીઓથી લઈ બહુરૂપીઓની કલા-સંસ્કૃતિનો સાક્ષાત્કાટ દેશ-દેશાવરોમાં જોરાવરસિંહ કરાવી રહયા છે. કોઈ શહેર-તાલુકાના રોડ રસ્તે, શેરી-ગલીએ, ગામડાના ગોંદરે-પાદરે કે ખૂણે ખાંચરેથી, અખૂટ ખજાના જેવી કલાના કલાધારકો-વૃંદોને, બાકસની સળીના અજવાળે શોધી શોધી, ''ઢહળી-ઉહડી'', તેના કલા- કિનખાબને પૃથ્વીના પટે પટે માન મોભો બેસાડયા છે. જોરાવરસિંહે કાલબેલીયા - ધુમર નૃત્યની સરતાજ ગુલાબો તથા આંબાવાડી વૃંદ તેના હાજર દાખલા છે. ભેરાભેરએ સર્વે માહેના આર્થીક નબળા-દીન કલાકારોને, પોતાના ગુજારા માટે કાર્યક્રમો મળતા રહે, નોકરી-ધંધાના પ્રાવધાન- પ્રયત્નોમાં પણ  તેઓને રહેતા જોવા મળ્યા છે. એ સૌ માહેનાઓની લાયકાત સ્તરે, પોતાના લોકકલા ફાઉન્ડેશન દ્વારા માન-સન્મોનોની બક્ષિસ પણ અપર્ણે કરે છે.

લોકકલા સંશોધનની શ્રોત-સરવાણી- ઝરણ વ્હેણ જેઓ દ્વારા શોધાયા, તેનો વ્યાપ વધારી જેઓએ વહેવાડાવ્યા, તે ઝવેરચંદ્ર મેઘાણી, કચ્છના મેઘાણી કહેવાયા તે દુલંરાય કારાણી તથા જયમલ્લભાઈ પરમાર બાદ, લોક કલાનાએ વ્હેણને જાણે કે મોટી નદી કે  સમંદર સ્વરૂપ આપવાના કાર્યમાં જોરાવરસિંહ દશોકોથી લાગ્યા છે.

શ્રી જોરાવરસિંહજીનું લોકસાહિત્યનું કાર્ય પણ એટલું જ ઓજસ્વી એટલા માટે ગણાય છે કે આ વિષયેના તેઓએ ૯૦ પુસ્તકો આલેખ્યા- પ્રસ્તુત કર્યા છે. જે વાંચતાં જણાશે કે આ ક્ષેત્રે તેઓનું કેટલાં મોટાપાયાનું સંશોધન, મનન રહયું હશે. વર્તમાન પત્રોની પૂર્તિઓ, મેગેઝીન્સ વિ.માં પોતાના લોક સાહિત્ય ખેડાણને દશાકોથી વાચકોને શબ્દ-સંપૂટ દ્વારા અનેરી અનુભૂતિ કરાવી રહયા છે. આવા લોકકલા -સાહિત્યના ગુરૂશિખર શ્રી જોરાવરસિંહભાઈને તેઓના તપસ્વી કાર્ય માટે આમતો સંખ્યાબધ્ધ રાજય- રાષ્ટ્રીય કે આતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓએ સન્માનોની નવાજીસથી પોંખ્યા છે. પરંતુ જેમને મીનીમમ પદ્મશ્રીનો હાર પહેરાવવો જોઈએ તેને સરકારે હજુ માત્ર ગૌરવ પુરસ્કારનું ફૂલડ જ આપ્યુ છે!!

આ કાર્યક્રમમાં આંબાવાડી વૃંદે પોતાના મનોહર લોકનૃત્યો રજુ કરી વૈશ્વિક કલાવૃંદનો સાક્ષાતકાર કરાવ્યો. '' હાલને વણઝારા, તોકે કછડો બતાંવા'' માં કચ્છ સંસ્કૃતિ તથા અંતિમ ''જય આધ્યા શકિત'' દીર્ઘ આરતી કૃતિમાં, સમતોલન જાળવવાની કળા દર્શાવતા દિવડા નર્તન સહીતની સઘળી કૃતિમાં પ્રેક્ષકોએ રજુકર્તા દિકરીઓને તાળીઓની ગુંજથી હૃદયસ્થ વધામણાં આપ્યા. શ્રી બળવંત જાની, શાહબુદ્દીન રાઠોડ તથા સ્વરનન મજબુત અસ્વારી એન્કર તુષાર જોશીના લોકકલા તથા શ્રી જાદવ વિષેનો વિદ્ધાત વકતવ્યોએ સૌને ખુબજ પ્રભાવિત કર્યો. જયારે જોરાવરસિંહ પોતાના લાગણીસભર આભાર વ્યકતવ્યમાં, પોતાની રસ-રૂચીની લોકકલા-સાહિત્ય સેવાની દીર્ધ સફટની અનેક ખાટી-મીઠી વાતો, સંવેદનાભર્યા અનુભવો વર્ણવ્યા. શરીરે કૃષ શ્રી જોરાવરસિંહજીએ ભલભલા પુષ્ટોને પણ શરમાવે તેવા વિકટ આ કાર્યમાં મારૃં આ સન્માન અને ૭૮માં વર્ષે પણ વધુ ઉર્જસ્વી બનાવશે તેવું જણાવી સુર્વણચંદ્ર સન્માન માટે આંબાવાડી કલાવૃંદ તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા પ્રેક્ષકગણનો આભાર માન્યો હતો.

આલેખનઃ કૌશિક સિંધવ મો.૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:22 pm IST)