Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રવિવારે લેઉવા પટેલ બોર્ડીંગ રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન : સંગમ -ર૦૧૮

રકતદાન કેમ્પ તેમજ વ્યકિત વિશેષ પ્રતિભાઓનું સન્માન થશે

રાજકોટ, તા. ર :  શિક્ષણ, સંસ્કૃતિ અને ઔદ્યોગિક રાજધાની એવા સૌરાષ્ટ્રનાં નગરમાં શિક્ષણની કલગી સમાન સંસ્થા શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ પ૦ વર્ષ પુરા કરી પ૧માં વર્ષમાં પદાપર્ણ કરી રહી છે. ત્યારે  ગૌરવ સાથે એક શુભ સંકલ્પ-બીજમાંથી વટવૃક્ષ સમી બની રહેલી સંસ્થા શ્રી લેઉવા પટેલ બોર્ડિંગની સ્થાપનાને મુખ્ય હેતુ સમાજને શિક્ષિત કરીને કુરિવાજો નાબુદ કરી, સામાજિક સુધારણાનો હતો. જેમાંથી શિક્ષણ મેળવીને તૈયાર થયેલ વિદ્યાર્થીઓ પોતાનું સંભારણું તાજું કરવા અને સંસ્થા પ્રત્યેનું ઋણ ચુકવવા હરહંમેશ તૈયાર રહે છે.

સંસ્થામાંથી શિક્ષણનું ભાથું બાંધીને તૈયાર થયેલ સમાજશ્રેષ્ઠીઓ, ડોકટર્સ, ઇજનેરો, શિક્ષકો, અગ્રણી ઉદ્યોગપતિએ બનીને સંસ્થાનું ઋણ ચુકવવા અને પોતાના સાથી મિત્રો સાથે સંગોષ્ઠી કરવાનાં આશયથી દર વર્ષે જાન્યુઆરી માસમાં પ્રથમ રવિવારે સ્નેહમિલન યોજે છે. સંસ્થામાંથી ભણીને સમાજમાં અગ્રિમ સ્થાન પર રહેલા ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંગઠન શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી સમાજમાં અગ્રિમ સ્થાન પર રહેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંગઠન શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન કાર્યરત છે. જેઓ અવારનવાર સંસ્થાને અને વિદ્યાર્થીઓની ભૌતિક સુવિધાઓ માટે મદદ રૂપ થાય છે. વિદ્યાર્થીઓના વ્યકિતત્વ વિકાસ માટેનાં સેમિનારોનું પણ આયોજન કરવામાં આવેલ. ગત વર્ષે નવમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સંગમ -ર૦૧૭ વખતે કરવામાં આવી હતી. તદ્ઉપરાંત માટેનાં માતબર રકમનાં પુસ્તકોની શ્રેણી શાળાનાં પુસ્તકાલયમાં ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવી હતી. તદ્ઉપરાંત હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ૬પ જેટલી સ્પોર્ટસ ડ્રેસની કીટબેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧પ૦૦ થી વધારે પૂર્વ વિદ્યાીર્થીઓએ હાજરીની આપીને એકબીજાને પરિચય પોતાની હૃદયની ઉર્મિઓને વ્યકત કરી હતી અને મધુર સ્મૃતિઓ તાજી કરી હતી.

તમામા ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જીવનનાં અમૂલ્ય અને કિંમતી દિવસો જે ભૂમિ પર વિતાવ્યા તે ભૂમિ પર ફરીથી મનમુકીને વસરવા અને જીવનપ પર ફરીથી એકમેકનાં થઇને રહેવા, એકમેકનો પરિચય કેળવવા સંસ્થા પ્રત્યેનું ઋણ ચુકવવા અને સાથે વિતાવેલી ચિરકાલીન યાદોને તાજી કરવા માટેનાં પ્રયાસ રૂપ કાર્યક્રમ તા. ૦૭ જાન્યુ. બપોરે ર-૩૦ કલાકથી સંગમ-ર૦૧૮ (દસમુ ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેમમિલન) શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ-રાજકોટ ખાતે યોજેલ છે. જે અંતર્ગત રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે પ્રેક વકતા અને સંનિષ્ઠા કેળવણીકાર, લોકભારતી સણોસરા ગ્રામવિદ્યાપીઠ-મનસુખભાઇ સલ્લા ખાસ હાજર રહીને વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. તદ્ઉપરાંત આ સંસ્થામાંથી અભ્યાસ કરીને ભારતીય સૈન્યમાં જોડાયેલા શુરવીરોનું તેમજ સંસ્થાના હાથ-પગ સમાન દાતાશ્રીઓનું પણ આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરાવમાં આવનાર છે. સાથોસાથ શ્રી લેઉવા પટેલ બોર્ડિંગનાં પ્રમુખ શ્રી શામજીભાઇ ખૂંટ, તમામ ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળા સાથે જોડાયેલ શિક્ષકગણ પણ ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રિ ભોજનની વ્યવસ્થા પણ સંસ્થામાં જ ગોઠવવામાં આવેલ છે.

શ્રી લેઉવા પટેલ બોર્ડિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનનાં કાર્યકરો દ્વારા સંસ્થાના સર્વે ભૂતપૂર્વ ટ્રસ્ટીશ્રીઓ, શાાળાના ભૂતપૂર્વ શિક્ષકશ્રીઓ તેમજ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંગમ-ર૦૧૮માં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમને લગતી માહિતી માટે આપેલ મોબાઇલ નંબર ૯૪ર૭૭ રર૪૧પ, ૯૯રપ૯ ૬ર૦૭૮, ૯૯૯૮૯ ૮૬રપ૯, ૦ર૮૧-ર૩૭૧૩૭૧ પર સંપર્ક કરવો. વધુ માહિતી વેબસાઇટ www. lpbarajkot.com તથા ઇ-મેલ info@lpbarajkot.com પરથી પણ મેળવી શકશો.

(3:21 pm IST)