Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મુખ્યમંત્રીને ગીફટ મળેલ ફ્રુટ-શાલનું બહેરા મુંગા બાળકોને વિતરણ

રાજકોટ : રાજયની ધુરા બીજી વખત સંભાળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવેલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સત્કારવા ભવ્ય સમારોહ યોજાયો હતો. એ દરમિયાન શુભેચ્છકો તરફથી તેઓને ગીફટરૂપે અપાયેલ ફ્રુટ, ડ્રાયફ્રુટ, શાલ સહીતની સામગ્રીનું શહેર ભાજપ મહીલા મોરચાના અગ્રણી અંજલીબેન રૂપાણીની આગેવાની હેઠળ બહેરા મુંગા મંદબુધ્ધિના બાળકોમાં વિતરણ કરી દેવાયુ હતુ. તેમના આ સ્તુત્ય કાર્યને ચોમેરથી વધાવાયુ હતુ. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, કોર્પોરેટર અશ્વિન ભોરણીયા, હરેશ કાનાણી, નીતાબેન વઘાસીયા, જયશ્રીબેન કામલીયા, હેમાંગ માંકડીયા, નીલેશ અનડકટ, જયસુખ બારોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)