Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

હોસ્પિટલોના તબીબોની હડતાલની સીધી અસર મેડીકલ સ્ટોરમાં

રાજકોટ : નેશનલ મેડીકલ કાઉન્સીલના વિરોધમાં આજે રાજકોટ સહિત સમગ્ર દેશના તબીબોએ બ્લેક-ડે મનાવી સવારે ૬ થી સાંજના ૬ દરમિયાન ઓપીડી બંધ રાખી છે. ડોકટરોની હડતાલને પગલે મેડીકલ સ્ટોરમાં દવા લેનારની સંખ્યા નહિવત્ હતી. દવાને બદલે કોસ્મેટીક આઈટમનું વેચાણ થયુ હતું. વિદ્યાનગર મેઈન રોડ, મોટી ટાંકી ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર, મંગળા રોડ, કાલાવડ રોડ, હનુમાન મઢી ચોક સહિતના રાજમાર્ગો ઉપર આવેલ મેડીકલ સ્ટોરમાં કેમીસ્ટો ફ્રી નજરે પડ્યા હતા. પ્રસ્તુત તસ્વીરમાં મોટી ટાંકી ચોકમાં આવેલ યશ મેડીકલ સ્ટોરની છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:14 pm IST)