Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

કણસાગરા મહિલા કોલેજમાં તા. પ થી ત્રિદિવસીય બીઝ બાઝાર-૧૮નું આયોજન

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન અનેકવિધ સ્પર્ધા યોજાશે

રાજકોટ તા. રઃ આગામી પ, ૬ અને ૭ જાન્યુ. દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓ તેમજ અધ્યાપકો દ્વારા સતત સાતમા વર્ષે 'બીઝ બાઝાર'નો પ્રારંભ થવા જઇ રહેલ છે. કાર્યક્રમનું ઉદ્દઘાટન તા. પ મી જાન્યુ.ના રાજકોટ મ્યઁુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, આજકાલના ચંદ્રેશભાઇ જેઠાણી તેમજટ શ્રીમતી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, રાજકોટના પ્રિન્સિપાલ ડો. એન. એમ. કાનાણીના હસ્તે કરવામાં આવશે.

જેમાં તા. ૬ જાન્યુ.ના રોજ સાંજે ૭-૩૦ કલાકે મુખ્ય અતિથિશ્રીઓ તેમજટ કલાકારો આર. જે. પ્રીત ગોસ્વામી, રાજીવ શ્રીમાળી રહેશે. આ ઉપરાંત ૬ જાન્યુ.ના રોજટ સાંજે ૬ કલાકે થનાર ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સંમેલન કે જેમાં મુખ્યઅતિથિ શ્રીમતી ભાનુબેન બાબરીયા અને શ્રીમતી હિત મેહતાની ઉપસ્થિતમાં રહેશે. ઉપરાંત ૭ જાન્યુ.ના રોજ સાંજે ૭ કલાકે લાઇવ બેન્ડ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરાંત 'બીઝ બાઝાર-ર૦૧૮'માં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ જાન્યુ. સાંજે ૪-૩૦ કલાકે બીઝ બઝાર બોલીવુડ કિવઝ અને સાંજે ૭-૩૦ કલાકે ફેશ કલ્ટ-ફેશન શોનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત ૬ જાન્યુ.ના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે સ્વરતાજ-ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનના ઇવેન્ટ પાર્ટનર સ્માઇલ મોબાઇલ એન્ડ એસેસરીઝ છે. કાર્યક્રમમાં વિવિધ શોપિંગ કોર્નર, ચટપટી વાનગીઓથી સજજ ફૂડ ઝોન, બાળપણની યાદ અપાવે એવી રમત ગમતો (ગેમ ઝોન), થનગનાવી ઉઠે એવું 'ડિસ્કો થેક૩ આયોજન કરવામાં આવેલું છે.

બીઝ બાઝારને દર વર્ષની જેમ સફળ બનાવામાં સમગ્ર કોલેજ-પરિવાર ઉત્સાહ ઉમંગથી જહેમત ઉઠાવી રહ્યાં છે. જેમાં જનતાને હાર્દિક આમંત્રણ છે.

(2:24 pm IST)