Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

મેટોડામાં મોરબીના વિજય કોળીની હત્યાનો પ્રયાસ

નિલેશ કોળીએ પત્નિ સાથેના પ્રેમસંબંધનો ખાર રાખી છરી ઝીકી દીધીઃ વિજય રાજકોટ હોસ્પીટલમાં સારવાર હેઠળ

રાજકોટ, તા., ૨: મેટોડા જીઆઇડીસીમાં પ્રેમસંબંધનો ખાર રાખી કોળી યુવક પર છરીથી ખુની હુમલો થયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મેટોડા જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નં. ૪૧૦ પાસે વિજય પોલાભાઇ બારૈયા (રહે. મોરબી) પર નિલેશ કોળી (રહે. છાસીયા, તા. વિંછીયા)એ છરીથી ખુની હુમલો કરતા વિજયને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ બનાવ અંગે વિજયના ભાઇ જીતેન્દ્રભાઇ બારૈયાએ આરોપી નિલેશ કોળી સામે ફરીયાદ નોંધાવતા લોધીકા પોલીસે હત્યાની કોશીષનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ખુની હુમલામાં ઘવાયેલ વિજય કોળી અને આરોપી નિલેશ કોળી અગાઉ મેટોડા જીઆઇડીસીમાં કામ કરતા હતા. એ સમયે વિજયની આંખ આરોપીની પત્ની સાથે મળી જતા પ્રેમસબંધ  બંધાયો હતો. દરમિયાન નિલેશ કોળીની પત્ની ઇજાગ્રસ્ત વિજય સાથે ફોન પર વાતચીત કરતી હોય અને તે અંગે નિલેશ કોળીને જાણ થતા વિજયને મેટોડા બોલાવ્યો હતો અને ત્યાં બોલાચાલી થતા નિલેશે વિજયને છરીના ઘા ઝીંકી દીધા હતા.

બનાવ અંગે લોધીકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:21 pm IST)