Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઢેબર કોલોની પાસે વરલી રમતાં ભરત અને મુરાદ પકડાયાઃ ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા.૨: ઢેબર કોલોની નજીક મદ્રેસા પાસે બે શખ્સો વરલી ફિચરના આંકડા પર જૂગાર રમાડતાં હોઇ ભકિતનગર પોલીસે પકડી લઇ રૂ. ૧૨૦૬૦ની રોકડ, બોલપેન, સ્લીપો કબ્જે લીધા છે.

એસીપી પુર્વ બી. બી. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ભકિતનગરના પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, દિપક ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, સલિમભાઇ મકરાણી, પ્રવિણભાઇ ગઢવી અને રાણાભાઇ કુગશીયા પેટ્રોલીંગમાં હતાં ત્યારે દેવાભાઇ અને ભાવેશભાઇને મળેલી બાતમી પરથી ઢેબર કોલોની પાસેથી નિતીન વૃજલાલ તન્ના (ઉ.૬૨) અને મુરાદ ગુલામમહમદ જામને પકડી લઇ રોકડ, જુગારનું સાહિત્ય કબ્જે લીધુ છે.

રૈયાધારમાંથી હદપાર નિમુ વઢવાણીયા પકડાઇ

રૈયાધાર મફતીયાપરામાં રહેતી નીમુ રાજેશ વઢવાણીયા (ઉ.૩૫)ને હદપાર કરવામાં આવી હોવા છતાં ઘર પાસે આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. સતીષભાઇ ગામેતીએ પકડી લીધી હતી. (૧૪.૫)

(10:21 am IST)