Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

વેસ્ટ ઝોનમાં બાકી વેરો વસુલવા ૯ મીલ્કતો સીલ કરાઇ

કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, મવડીમાં દુકાનો, સહીતની મીલ્કતોને સીલ લગાવાયા

રાજકોટ :.. મ્યુ. કોર્પોરેશનની વેસ્ટ ઝોન વેરા વસુલાત શાખા દ્વારા આજે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી સહિતનાં વિસ્તારોમાં બાકીવેરો વસુલવા ૯ જેટલી દુકાનો.... કારખાના વગેરેની મિલ્કતો સીલ કરાઇ હતી. આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ર૦૧૭-૧૮ના મિલ્કતવેરાની રીવકરી માટે આજે બાકી વેરાની રકમ અકિલા વસુલ લેવા વેસ્ટ ઝોન અંતર્ગતની મિલ્કતો સીલ કરાયેલ. જેમાં સાંઇ દર્શન ડેવલોપર્સ દુકાન નં. ૧૦૧, સાંઇ બાબા કોમ્પ્લેકસ, કાલાવાડ રોડ, રાજકોટ ૧,પ૩,૦પપ મિલ્કત સીલ કરેલા છે, સાંઇ દર્શન ડેવલોપર્સ દુકાન અકીલા નં. ૩૦પ, સાંઇ બાબા કોમ્પ્લેકસ, કાલાવડ રોડ, રાજકોટ ૭૪,પ૪૯ મિલ્કત સીલ કરેલ છે. ખોડિયાર એસ્ટેટ, દુકાન નં. રપેસ માઉન્ટ પાર્ક, યુનિ. રોડ રાજકોટ ૧,પ૮,૮૬૦ મિલ્કત સીલ કરેલ છે. માલિકશ્રી દુકાન નં. ૩, પેરામાઉન્ટ પાર્ક . યુનિ. રોડ, રાજકોટ ૧,૯૩,૭૦૧ મિલ્કત સીલ કરેલ છે. માલિકશ્રી દુકાન નં. પ પેરામાઉન્ટ પાર્ક, યુનિ. રોડ, રાજકોટ ૧,૯૩,૭૦૦ મિલ્કત સીલ કરેલ છે. દિપકચંદ્ર રતિચંદ્ર ખંધેરિયા (બિલ્ડર) સેલર અશ્વમેઘ એપાર્ટમેન્ટ યુનિ. રોડ, રાજકોટ ૩૩૧૩૬૬ મિલ્કત સીલ કરેલ છે. હરજીવનભાઇ માવજીભાઇ રાઠોડ,સેલર-સુવર્ણ કોમ્પ્લેક્ષસ યુનિ. રોડ રાજકોટ ૪,૮૦,૬ર૧ મિલ્કત સીલ કરેલ છે. ડો. શાંતિલાલ અગ્રવાત, ઉદયનગર-ર, મવડી એરીયા રાજકોટ ૭૩,૦૮૮ મીલ્કત સીલ કરેલ છે. નવઘણ વિહા ભરવાડ, શ્રીનાથજી શેરી નં. ૬ પ૮,૩પ૯ મીલ્કત સીલ કરેલ છે. ક્રિષ્ના દુગ્ધાલય મવડી વગેરેનો સમાવેશ છે. આ કામગીરી ઝોનલ આસી. કમિનરશ્રી ના સીધા માર્ગદર્શન અને આસી. મેનેજરની સુચના હેઠળ વેસ્ટ ઝોનના તમામ ૬ વોર્ડના વોર્ડ ઓફીસરશ્રી વોર્ડ ટેકસ ઇન્સ્પેકટરશ્રી, વોર્ડ ડીમાન્ડ કલાર્ક શ્રી અને વોર્ડ કલાર્ક દ્વારા કરવામાં આવેલ છે.

(9:46 am IST)