Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ચા પીવા ઉભેલો યુવાન એકાએક ઢળી પડ્યો ને પ્રાણ નીકળી ગયા

કોઠારીયા રોડ સિતારામ સોસાયટી રોડ પર બનાવ : મુળ મધ્યપ્રદેશનો મહાવીરસિંગ કલર કામની મજૂરી કરતો'તો

રાજકોટ તા. ૧: કોઠારીયા રોડ પર હુડકો પાછળ સિતારામ સોસાયટીમાં રહેતો મુળ મધ્યપ્રદેશનો મહાવીરસિંગ રમેશબાબુસિંગ બધેલ (ઉ.૩૪) સવારે સાડા સાતેક વાગ્યે ઘર નજીક હોટલે ચા પીવા ઉભો હતો ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

મહાવીરસિંગ અહિ એકલો રહી કલર કામની મજૂરી કરતો હતો. સવારે તેણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને પછી ચા પીવા ગયો ત્યારે ઢળી પડ્યો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જે વતનમાં રહે છે. પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(2:55 pm IST)