Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

કેવડાવાડીમાં નવી નકોર ડી.આઇ. પાઇપ લાઇન તૂટતા ૨૫ ફુટ સુધી પાણીના ફુવારા ઉડયા

રાજકોટ : શહેરના કેવડાવાડી મેઇન રોડ ઉપર આજે બપોરે એકાએક નવી નકોર ડીઆઇ પાઇપલાઇન તૂટતા ૨૦ થી ૨૫ ફુટ સુધી પાણીના ફુવારા ઉડયા હતા અને રસ્તા પર નદીઓ વહી હતી જે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે વોર્ડ ઇજનેરના જણાવ્યા મુજબ આજે નવી ડી.આઇ. પાઇપલાઇનનું ટેસ્ટીંગ શરૂ કર્યું હતું તે વખતે આ પાઇપલાઇન તૂટી હતી જેથી પાણી વિતરણને કોઇ અસર થઇ નહતી. નોંધનિય છે કે આજે સતત બીજા દિવસે પાણીની લાઇન તૂટવાનો બનાવ બન્યો છે. ગઇકાલે મોચીનગરમાં લાઇન તૂટતા ૨ વોર્ડમાં વિતરણ ઠપ્પ થયેલ. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:23 pm IST)