Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

રૂ. પાંચ લાખનો ચેક પાછો ફરતા અદાલતમાં થયેલ ફોજદારી ફરીયાદ

રાજકોટ, તા. ૧:. રૂ. ૫,૦૦,૦૦૦નો ચેક રીટર્ન થતા આરોપી વિરૂદ્ધ કોર્ટમાં એક રીટર્નની ફરીયાદ થયેલ છે.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના આરોપી સાગરભાઇ બિપીનભાઇ ઘોડાસરા રહે. એ-૨૦૨, શ્યામલ પેરેડાઇઝ, સત્યસાંઇ રોડ, બીગ બજાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટવાળા તેમજ આ કામના ફરીયાદી દીલીપભાઇ રામભાઇ ચાવડા રહે. રાજકોટવાળા વચ્ચે ઘણા સમયથી મીત્રતાના સંબંધો રહેલા હોય જેથી આરોપીને નાણાની જરૂરીયાત થતા ફરીયાદીએ રૂ. ૫,૦૦,૦૦૦/- વગર વ્યાજે હાથ ઉછીના આપેલ હતા. ઉપરોકત વિગતે થયેલ વ્યવહાર મુજબની રકમની ફરીયાદીએ આરોપી પાસેથી લેણી નીકળતી રકમ રૂ.૫,૦૦,૦૦૦/-ની માંગણી કરતા આરોપીએ ફરીયાદીના નામજોગ રૂ. ૫,૦૦,૦૦૦/- લેણી રકમ પેટેનો ચેક આપેલ હતો. ઉપરોકત વિગતથી આપવામાં આવેલ ચેક ફરીયાદીએ તેમના નામજોગ આવેલ એકસીસ બેંક, ભકિતનગર શાખા, રાજકોટમા વટાવા રજુ કરતા સદરહંુ ચેક ' ફંડ ઇન્સફીયન્ટ' ના શેરા સાથેગત તા. ૪-૧૦-૧૮ ના રોજ પરત ફરેલ.

આ અંગેની જાણ આરોપીને કરવામાં આવેલ હોવા છતાં રકમ નહ ચુકવેલ. આથી ફરીયાદીએ પોતાના એડવોેકટ અલ્પેશ પોકીયા મારફત ચેક રીટર્નની લીગલ નોટીસ મોકલાવેલ તેમજ ત્યારબાદ નોટીસનો કોઇ જવાબ નહી મળતા ફરીયાદીએ તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત એડી. ચીફ.જયુ. મેજી.ની કોર્ટ સમક્ષ ઉપરોકત ચેક રીટર્ન થયાની ફરીયાદ દાખલ કરેલ અને કોર્ટ આરોપી વિરૂદ્ધ સમન્સ ઇશ્યુ કરવાનો હુકમ કરેલ.

આ કામના ફરીયાદી દિલીપભાઇ રામભાઇ ચાવડા તરફે પી એન્ડ આર લો ચેમ્બરના દ્યારાશાસ્ત્રી, વંદના એચ. રાજયગુરૂ, કેતન જે. સાવલીયા, અમીત વી. ગડારા, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, રીતેષ ટોપીયા વગેરે રોકાયા હતા.(૧.૨૨)

(3:49 pm IST)