Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ભવાનીનગરમાંથી તડીપાર શખ્સ કિશોર ઓડ પકડાયો

રાજકોટ તા. ૧: રામનાથપરા પાસે ભવાનીનગર-૯માં રહેતો કિશોર ગોવિંદભાઇ ચોૈહાણ (ઓડ) (ઉ.૨૨) રાજકોટ શહેર તથા ગ્રામ્ય અને મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જીલ્લામાંથી તડીપાર હોવા છતાં તેના ઘર પાસે આવતાં એ-ડિવીઝનના કોન્સ. મેરૂભા ઝાલાએ પકડી લીધો હતો. પીએસઆઇ એસ. વી. સાખરા વધુ તપાસ કરે છે.

મવડી રામધણ પાસેથી સંજય અને હસુ દેશી દારૂ સાથે પકડાયા

મવડી રામધણ પાસે ઝૂપડામાં રહેતાં સંજય દીલાભાઇ વાજલીયાને તાલુકા પોલીસ મથકના કોન્સ. નગીનભાઇ ડાંગરે રૂ. ૬૦૦ના ૩૦ લિટર દારૂ સાથે પકડી લીધો હતો. જ્યારે કોન્સ. વિરેન્દ્રસિંહ આ સ્થળ નજીક મહાદેવ મંદિર પાસેથી હસુ વાલજીભાઇ જખાણીયાને રૂ. ૫૦૦ના દેશી દારૂ સાથે પકડ્યો હતો.

શાંતિનગરની ચોથી અને શિલ્પા પાસેથી પણ દેશી દારૂ કબ્જે

યુનિવર્સિટી રોડ શાંતિનગરમા યુનિવર્સિટીના યુવરાજસિંહ જાડેજા અને અમીનભાઇએ દરોડો પાડી રૂ. ૨૨૦-૨૨૦નો દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ સોલંકીના કબ્જાનો રૂ. ૨૨૦ના દેશી દારૂ ચોથીબેના કાના સોલંકી અને શિલ્પાબેન અમર ભોણીયાનો હોઇ બંને સામે ગુનો નોંધાયો હતો. (૧૪.૫)

(11:54 am IST)