Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

''આપ'' એ દિલ્હીમાં મેળવેલી જીતની ફોર્મ્યુલા અપાવનાર અજીત લોખીલ

ડોર ટુ ડોર પ્રચાર કાર્ય- કાર્યકરોની જુદી-જુદી ટીમ બનાવી

 રાજકોટઃગુજરાતમાં વિધાનસભાની ચુંટણી જંગ જામ્યો છે ત્યારે રાજકોટ પૂર્વ-૬૮ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર અજીત લોખીલનો જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી દિલ્લીમાં મેળવેલ જીતના ફોર્મ્યુલા અનુસાર ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકો સુધી પાર્ટીની વિચારધારા, પાર્ટી એ દિલ્લીમાં ટુકા ગાળામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યુવાઓને રોજગારી, વીજળી બીલ, પાણી, વગેરે જેવી લોકોની પ્રાથમિક જરૂરિયાતોમાં ક્રાંતિકારી સુધારા કર્યા એ કર્યો રાજકોટના લોકો સુધી પહોચાડીને લોકોનો વિશ્વાસ જીતી રહ્યા છે. લગભગ ૩૫૦ થી વધુ કાર્યકરોની જુદી-જુદી વોર્ડ વાઈઝ ટીમો બનાવીને એક-એક ઘર સુધી પહોચી રહેલ આમ આદમી પાર્ટી જે રીતે જોર-શોર થી ડોર ટુ ડોર, પ્રોજેકટર શો, નુક્કડ નાટકો, પોકેટ મિટિંગ, મોહલ્લા સભાઓ વગેરે માધ્યમો દ્વારા પ્રચાર કરી રહી છે, અને ઠેર ઠેર ખુબજ સારો પ્રતિભાવ મળી રહ્યો છે, એ જોતા આમ આદમી પાર્ટી ખુબજ મક્કમતાથી રાજકોટ પૂર્વ વિધાનસભામાં જીત તરફ આગળ વધી ગઈ છે.

ખાસ કરીને નોંધવા જેવી બાબત તો એ છે કે રાજકોટ પૂર્વ-૬૮ માં આમ આદમી પાર્ટી કોઈના મત તોડવા માટે નહી, પરંતુ જીત મેળવવા લડી રહી છે અને આમ આદમી પાર્ટી રાજકોટ પૂર્વમાં જીતી રહી છે  એવો વિશ્વાસ લોકોને થઇ ગયો છે.  ''આપ'' ના ઉમેદવાર અજીત લોખીલ સામાજિક કર્યોમાં ઘણા વર્ષોથી ખુબજ સક્રિય રીતે કર્યો કરે છે, સ્થાનિક લોકોમાં અજીત લોખીલ લોકસેવક તરીકે લોક પ્રિય હોવાનું એક યાદીમાં જણાવાયું છે. 

 

(5:02 pm IST)