Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અનુસૂચિત જાતિના ઉમેદવારનું મેન્ડેટ સામાન્ય વ્યકિતએ આપ્યું હોય તો તેવી ઉમેદવારી રદ્દ કરો

કલેકટરને તપાસ કરવા આવેદન પાઠવતા રાજકોટ ગ્રામ્યના ઉમેદવાર સતિષ સાગઠિયા

રાજકોટ તા. ૧ : રાજકોટ-૭૧ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવાર સતિષભાઇ સાગઠિયાએ, રાજકોટ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી અનુસૂચિત જાતિના ઉમેદવારનું મેન્ડેડ સામાન્ય વ્યકિતએ આપ્યું હોય તો તે રદ્દ કરવા અને ઉમેદવારી રદ્દ કરવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યું હતું કે, બંધારણમાં અનામતની જોગવાઇ હોય અને અનામત એસ.સી.એસ.ટી.ના કેન્ડીડેટ જે અનામત શીટ પરથી ચુંટણી લડતા હોય તે ઉમેદવારનું મેન્ટેન્ડ જે તે પક્ષના એસ.સી.એસ.ટી. સભ્ય દ્વારા જ સહી કરી રજુ થયેલ હોવું જોઇએ આવી બાબતે ધ્યાને આવી હોય આપ યોગ્ય તપાસ કરી ઉચ્ચસ્તરીય જાણકારી મેળવી આ બાબતે સ્પષ્ટતા કરો અને તાત્કાલીક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લઇ અમોને યોગ્ય સુચન કરો.

(4:20 pm IST)