Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મિતુલ દોંગાની જનસંપર્ક યાત્રાને પ્રચંડ આવકાર : વિવિધ જ્ઞાતિઓ દ્વારા ફુલહારથી સ્વાગત

રાજકોટ, તા. ૧ : રાજકોટ ૬૮ વિધાનસભા મતવિસ્તારમાંથી નિર્વિવાદ અને અડીખમ વ્યકિતત્વ તરીકે ચુંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર શ્રી મિતુલભાઇ દોંગાને મળી રહેલા જબરદસ્ત પ્રતિભાવને પગલે એક તરફ ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે તેમ બીજી તરફ કોંગ્રેસના સમર્થકોમાં વ્યાપક ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. પ્રચાર ઝુંબેશમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં સ્વયંભુ જોડાઈ રહ્યા છે. સામાકાંઠા વિસ્તારમાં ડોર-ટુ-ડોર સંપર્ક યાત્રામાં નાગરીકો દ્વારા તેમને ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે.

મિતુલભાઇની ડોર-ટુ-ડોર સંપર્ક યાત્રા ભગવતીપરા, જયપ્રકાશ નગર, મોરબી જકાતનાકા,  ખોડીયાર પાર્ક, જય જવાન જય કિશાન સોસાયટી, જમના પાર્ક, ગંગા પાર્ક, પંચરત્ન, લાલપરી વગેરે વિસ્તારોમાં ફરી હતી જે દરમિયાન ત્યાંના રહેવાશીઓએ છેલ્લા બે દાયકાથી શાસકો દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવતી અવગણના અને તેના પરિણામે પરિણામે ભોગવવી પડતી અનેક સમસ્યાઓની રજૂઆત કરી હતી.

શ્રી મિતુલભાઇનાં નેતૃત્વમાં આ સંપર્ક યાત્રામાં વોર્ડના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો સર્વશ્રી રેખાબેન ગજેરા, સીમીબેન જાદવ, ઠાકરસીભાઈ ગજેરા, કલ્પેશભાઈ પીપળીયા, પરસોતમભાઈ લીંબાસીયા, ભારતભાઈ પીપળીયા, રામભાઈ આહીર, અલ્પેશભાઈ ટોપીયા, ગીતેશભાઈ તળપદા, રાજુભાઈ ચાવડા, હસુભાઈ ગૌસ્વામી, નારણભાઈ સવસેટા, યોગરાજસિંહ જાડેજા, અનિલભાઈ જાદવ, મુકેશભાઈ જાદવ, ભીખુભાઈ પરમાર, શીતલભાઈ જશવાલ, જીતભાઈ વાદ્યેલા, વિપુલ સંદ્યાણી, હરેશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ રાઠોડ, ભાવેશ બુસા, હસમુખ કનીરીયા, વિજય મેંદપરા, ચંદુભાઈ ચોવટીયા, ધીરૂભાઈ વેકરીયા, દિનેશ પરમાર, અનિલસિંહ જાડેજા, રીટાબેન વડેચા, ચંદ્રિકાબેન વરાણીયા, સલીમ દિવાન, હરી દેવરિયા, હમીરભાઈ બોરીચા વગેરે  તેમજ વિમલભાઈ મુંગરા, મેઘજીભાઈ રાઠોડ, મોહનભાઈ સોજીત્રા, મોહનભાઈ ડોડીયા, નાગજીભાઈ બાસીડા, નાથાભાઈ કિયાડા, અલ્પેશભાઈ ટોપિયા, કિરીટભાઈ બાબીયા,  હરદીપભાઇ રાઠોડ, રણમલભાઈ સોનારા, હિતેષભાઈ સાકરીયા,  મોહનભાઈ ડોડીયા, ભરતભાઈ પીપળીયા, વિશાલભાઈ રામાણી, રામભાઈ આહીર, દિનેશભાઈ લુંણાગરીયા, પીન્ટુભાઈ ગજેરા, મૌલિકભાઈ પરસાણા, જગદીશભાઈ પીપળીયા, છગનભાઈ રામાણી, મયુરભાઈ રામાણી, જયદીપભાઈ લુંણાગરીયા, વિવેકભાઈ લીંબાસીયા, મુકેશભાઈ રૈયાણી,  અતુલભાઈ હાપલીયા,તેજસભાઈ ટોપિયા, રમેશભાઈ પીપળીયા,કેતનભાઈ ઢોલરીયા, સંજયભાઈ ભુવા વગેરે જોડાયા હતા.

(4:17 pm IST)