Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભાવી સેનેટરી ઇન્સપેકટરોને સ્વચ્છતા એપનાં પાઠ ભણાવતા બંછાનીધી પાની

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના ડીપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેકટર કોર્સના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉપસ્થિત છાત્રોને શહેરની જાહેર સ્વછતાની બાબતમાં લોકો વધુ ને વધુ જાગૃત થાય અને ગંદકી કચરો અંગેની ફરિયાદ નોંધાવવાની બાબતમાં થયેલા ટેકનોલોજિકલ આવિષ્કાર બાબતે તેઓ વાકેફ થાય તે માટે 'સ્વછતા એપ' કેટલી ઉપયોગી છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં 'સ્વછતા એપ' ડાઉનલોડ કર્યા બાદ જે તે નાગરિક શહેરમાં જો કયાંય કચરો કે ગંદકી દેખાય તો તેનો ફોટો પાડી આ એપમાં ઉપલોડ કરી શકે છે અને મહાનગરપાલિકા ૨૪ થી ૪૮ કલાકમાં  આ ફરિયાદનો નિકાલ કરે છે. માત્ર એટલું જ નહી, છાત્રોને સ્વછતા એપ ડાઉનલોડ, ફરિયાદ ઉપલોડ અને ફીડબેકની પ્રક્રિયાથી વાકેફ કરાયા હતાં. તે વખતની તસ્વીર. આ અવસરે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અરૂણ મહેશ બાબુ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી અને નાયબ મ્યુનિ. કમિશનર ડી. જે. જાડેજા, ઈજનેર નીલેશ પરમાર, ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રીઓ પ્રજેશ સોલંકી, વલ્લભભાઈ જીંજાળા અને દિગ્વિજયસિંહ તુવર ઉપરાંત તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ.

(4:12 pm IST)