Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

યુથ કોંગ્રેસ સરકારી ભરતી - ફી વધારાના મુદ્દે લડત આપશે

રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને શહેર યુથના કાર્યકારી પ્રમુખપદે નીતિનભાઈ ભંડેરીની વરણી

રાજકોટ, તા. ૧ : ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ મહામંત્રી શ્રી નિવાસજી તથા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ યુથ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના આદેશ અનુસાર રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા (મો. ૯૩૨૭૭ ૯૯૯૯૯) તથા રાજકોટ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી નીતિનભાઈ ભંડેરી (મો.૯૮૭૯૫ ૮૩૭૯૫)ની વરણી થતાં સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ શહેર સમિતિ તથા રાજકોટ શહેર જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આવકારેલ છે. આવનારા દિવસોમાં શિક્ષણ ક્ષેત્રે સેલ્ફ ફાયનાન્સ સ્કુલ/ કોલેજોમાં - ફી વધારો તથા બેરોજગાર યુવાનોના પ્રશ્ને લડત આપી આંદોલનાત્મક તથા રચનાત્મક કાર્યક્રમો થકી લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરશે તથા રાજકોટ શહેર - જીલ્લા કોંગ્રેસના વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા કટીબદ્ધ હોવાનું જણાવ્યુ હતું.

આ નિમણુંકને શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ - મહામંત્રી (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ગુલાબસિંહ રાજપૂત (પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ), કુંવરજીભાઈ બાવળીયા (કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ડો. હેમાંગભાઈ વસાવડા (મહામંત્રી - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ (પ્રમુખ - રાજકોટ શહેર કોંગ્રેસ), હિતેશભાઈ વોરા (પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ), મુકેશભાઈ ચાવડા (સભ્ય, રાજકોટ શહેર શિક્ષણ સમિતિ), ડો. રાજદીપસિંહ જાડેજા (સેનેટ સભ્ય - સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા - કોર્પોરેટર, ડો. નિદતભાઈ બારોટ (સીન્ડીકેટ સભ્ય, સૌ.યુનિ.), ડો. ધરમભાઈ કાંબલીયા (સીન્ડીકેટ સભ્ય, સૌ. યુનિ.), હરદેવસિંહ જાડેજા (સીન્ડીકેટ સભ્ય, સૌ. યુનિ.), રશ્મિનભાઈ પટેલ, સુરેશભાઈ બથવાર, ડો. યજ્ઞેશભાઈ જોષી, ઈન્દુભા રાઓલ-વિધાનસભા-૭૦ પ્રમુખ, ઘનશ્યામસિંહ જાડેજા - કોર્પોરેટર, જયપાલસિંહ રાઠોડ- રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, મુકુંદ ટાંક - રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, આદિત્યસિંહ ગોહિલ - નેશનલ ડેલીગેટ, ઓલ ઈન્ડિયા એન.એસ.યુ.આઈ., સુરજ ડેર - ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ., જયકિશનસિંહ ઝાલા-પ્રમુખ, રાજકોટ શહેર - જીલ્લા એન.એસ.યુ.આઈ, શરદભાઈ તલસાણીયા- સભ્ય, શિક્ષણ સમિતિ રાજકોટ, હિરેનભાઈ ખીમાણીયા, મયુરસિંહ પરમાર, ચેતન મંડ, હેમેન્દ્રસિંહ જાડેજા, અમિત પટેલ, હિરેન વીરડા, હરપાલસિંહ જાડેજા, કેતન જરીયા, હીરલબેન રાઠોડ, નીલુ સોલંકી, હર્ષદીપસિંહ જાડેજા, ઋતુરાજસિંહ રાણા, ગોપાલ બોરાણા, શ્રી નવા, જયરાજસિંહ જાડેજા, નીલદીપ તળાવીયાએ આવકારી છે.

 

(4:10 pm IST)