Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

મનપાના પાંચ કર્મચારીઓ વયનિવૃત : આશીષકુમાર દ્વારા સન્‍માન

રાજકોટઃ મહાનગરપાલિકાનાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવળત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૫ કમર્ચારીઓ નિવળત થતા નાયબ મ્‍યુનિ. કમિશનર આશિષ કુમાર દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરી વિદાયમાન આપ્‍યું હતું. ઓક્‍ટોબર-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવળત્ત થયેલ સ્‍ટાફ (૧) ફિલ્‍ટર પ્‍લાન્‍ટ શાખાના હેલ્‍પર સુધીર રામચન્‍દ્ર ગવેડા (૨) ફાયર બ્રિગેડ શાખાના ફાયર મેન  મોગલ અબીદ એચ. (૩) ફાયર બ્રિગેડ શાખાના ડ્રાઈવર વિજયસિંહ મનહરલાલ પઢિયાર (૪) પ્રોજેક્‍ટ શાખાના જુનીયર ક્‍લાર્ક દવે જયેશ એન. (૫) સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટના મુકદમ વાઘેલા નટવર માયાભાઇ નિવળત થયા છે. તા. ૨૯-૧૧-૨૦૨૨ના રોજ યોજાયેલા નિવળત્તિ વિદાય સન્‍માન સમારોહમાં નાયબ મ્‍યુનિ. કમિશનરશ્રી આશિષ કુમારના વરદ હસ્‍તે કર્મચારીઓને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્‍વસ્‍થ નિવળત જીવનની શુભેચ્‍છા પાઠવવામાં આવી. નિવળત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્‍યુનિ. કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર સહીતનાં અધિકારીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
 

 

(4:07 pm IST)