Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

વિદેશી દારૂના બે ગુન્‍હામાં સાત માસથી ફરાર જશ્‍મીન ટાંકને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

રાજકોટ તા. ૧ : શહેરના ભકિતનગર અને ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્‍હામાં નાસતા ફરતા શખ્‍સને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમબ્રાંચના પી.આઇ.ઇ.વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. સહિતના સ્‍ટાફે વિદેશી દારૂના બે ગુન્‍હામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા જશ્‍મીન મુકેશભાઇ ટાંક (ઉ.ર૭) (રહે. ન્‍યુ સુભાષ નગર બાબરીયા કોલોની મેઇન રોડ) ને પકડી લીધો હતો.

 

(4:00 pm IST)