Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મેયર બીનાબેન આચાર્ય કાલથી અમેરિકાના વિદેશ પ્રવાસેઃ ડે. મેયર અશ્વિન મોલિયા ઈન્ચાર્જ

રાજકોટઃ મેયર બીનાબેન આચાર્ય આવતીકાલથી ૨૨ દિવસ માટે અમેરિકાના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેઓના સ્થાને ડે. મેયર અશ્વિન મોલિયા મેયરનો ચાર્જ સંભાળશે. નોંધનીય છે કે બીનાબેનના પુત્રી અમેરિકાના વોશિંગ્ટન ડી.સી.માં સ્થાયી છે. તેઓને ત્યાં પારીવારિક પ્રસંગ માટે બીનાબેન આવતીકાલે તા. ૨ને શનિવારથી અમેરિકા જઈ રહ્યા છે.

(4:05 pm IST)