Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શહિદવીર ભગતસિંહ વીર શિવરામ રાજગુરૂ અને વીર સુખદેવને ભારતરત્ન પુરસ્કારથી સન્માનીત કરો : પ્રધાનમંત્રીને રજુઆત

રાજકોટ : હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ એસો. રાજકોટના હોદ્દેદારોએ કલેકટર મારફત પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવી દેશનાં ક્રાંતિકારી યુવા શહીદ વીર. ભગતસિંહ શિવરામ રાજગુરૂ અને વીર સુખદેવને ભારતરત્નથી સન્માનીત કરવા માંગ ઉઠાવી છે. આ આવેદનમાં જણાવાયું છે કે દેશના યુવા ક્રાંતિકારીઓ શહીદ વીર ભગતસિંહ ઉ.વ.ર૪, શહીદ વીર શિવરામ રાજગુરૂ ઉ.વ.ર૩, શહિદ વીર સુખદેવ ઉ.વ.ર૪ જેટલી નાની વયમાં દેશને આઝાદ કરવા માટે હસ્તા મોઢે અને અંગ્રેજી હુકુમત સામે ભારત દેશવાસીઓના મસ્તક ગર્વથી અંગ્રેજો સામે ઉભા રહે તે માટે ૩૧ માર્ચ, ૧૯૩૧ ના રોજ લાહોરમાં ફ્રાંસીના ફંદાને ચુમીને આ ત્રણેય યુવા ક્રાંતિકારીઓએ પોતાની સહાદત વહોરી લીધી હતી. આમ છતાં આઝાદીના ૭ર વર્ષ જેટલો સમય વીતવા છતાં કોઇપણ રાજકીય પાર્ટીઓ દ્વારા આ યુવા ક્રાંતિકારીઓ જે ભારત રત્ન પુરસ્કારના હકદાર હોવા છતાં આજ દિન સુધી નજર અંદાજ કરવામાં આવેલ છે. માટે આ યુવા ક્રાંતિકારીઓ જે ભારત રત્ન પુરસ્કારના હકદાર હોવા છતાં આજે દિન સુધી નજર અંદાજ કરવામાં આવેલ છે. માટે આ યુવા ક્રાંતિકારીઓ જે ભારતરત્ન પુરસ્કારના હકદાર હોવા છતાં આજ દિન સુધી નજર અંદાજ કરવામાં આવેલ છે. માટે આ યુવા ક્રાંતિકારીઓને ન્યાય અપાવવા માટે હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રીપબ્લીક એસોસીએશન-રાજકોટ દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીને પત્ર લખી આવા યુવા ક્રાંતિકારીઓને ભારત રત્ન પુરસ્કાર આપવા ભલામણ કરી છે. જેમાં હિન્દુસ્થાન સોશ્યલીસ્ટ રીપબ્લીકન એસોસીએશન-રાજકોટના પ્રમુખ દીપકભાઇ બસિયા, ઉપ.પ્રમુખ વિનોદભાઇ દેસાઇ, મંત્રી સાગરભાઇ જારીયા, મહોમંત્રી વિરલભાઇ કાકડિયા, યુવા વિંગના પ્રમુખ, સંજયભાઇ કુમ્ભરવાડીયા, તપન નથવાણી, વિશાલ, જીલરીયા, સન્નીભાઇ લુણાગરીયા, ભાર્ગવ જોશી, તેમજ ભરતભાઇ બસિયા, બંટી મકવાણા, પવન વાંક, મયુર પરમાર, પાર્થ રાઠોડ દ્વારા માનનીય કલેકટર સાહેબશ્રીને આવેદન પાઠવેલ હતું. જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:32 pm IST)