Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇઃ ૨૨ ચોરીઓ કબુલી

કારના કાચ કે ડીક્કી તોડી, તમારા વાહનમાંથી ઓઇલ લિક થાય છે...એ ભાઇ તમારા પૈસા પડી ગયા...કહી લોકોને બેધ્યાન કરી 'કળા' કરતાં : રાજકોટની ૯૮ હજારની, ગોંડલની ૨.૨૨ લાખની, મહેસાણાની ૬.૨૦ લાખની અને નવસારીની ૮ાા લાખની ચોરીઓ કબુલીઃ ક્રાઇમ બ્રાંચની ટીમે એક મહિલા સહિત ૪ આરોપીને યુનિવર્સિટી રોડ બી. ટી. સવાણી હોસ્પિટલ સામેથી પકડ્યાઃ ૩,૩૬,૬૦૦નો મુદ્દામાલ કબ્જે : પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, અમિત અગ્રાવત અને યોગેન્દ્રસિંહ જાડેજાની બાતમી

ડીસીપી રવિમોહન સૈની, ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા તથા ટીમ અને ઝડપાયેલા નેલ્લોર ગેંગના ત્રણ શખ્સો તથા કબ્જે થયેલો મુદ્દામાલ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧ :.. શહેરના જુદા - જુદા વિસ્તારોમાં વાહનના કાચ તોડી, વાહન આગળ ઓઇલ ઢોળી અથવા પૈસા વેરી વાહન ચાલકોને બેધ્યાન કરી ચોરી કરતી આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રર ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈની, મનોહરસિંહ જાડેજા એસીપી જયદીપસિંહ સરવૈયાએ શહેરમાં ગાડીની ડેકીમાંથી રોકડ રૂપિયાની ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય હોઇ તેને પકડી પાડવા માટે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. એમ. ધાપાડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, યોગીરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ, તથા તોરલબેન જોષી સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે હેડક ોન્સ પ્રતાપસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, યોગીરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે યુનિવર્સિટી રોડ બી.ટી.સવાણી હોસ્પીટલ સામે રૈયા રોડ તરફ જવાના રસ્તેથી આંધપ્રદેશના નેલ્લોર જીલ્લાના કાવલીના કપારાણાતીપ્યા ગામના રોસેઇયા હબાબુ વસંતે આડુ ગોડેલી (ઉ.પ૪) મધુ ભાસ્કર જીલા (ઉ.ર૩) અનીલ દયાકર મકાલા (ઉ.૩પ) અને એક મહિલા ચંદ્રમાં કોન્ડલીયા સરલા (ઉ.પ૦) તે પકડી લઇ તેની પાસેથી એક જીજે પ કેઆર ૭૪૧૩ અને જી.વે.પ જી.આર.૪૮૯૯ નંબરના બેબાઇક તથા ટુ-ટીઓઇલનું એક પેકેટ તથા રૂ.ર,૪૬,૬૦૦ ની રોકડ સહિત રૂ.૩૬,૬૦૦ ની મતા કબજે કરી હતી. પોલીસે ચારેયની પુછપરછ કરતા આ ટોળી તા.૧૭ના રોજ રાજકોટમાં આવી હતી અને વાહનોના કાચ તોડી વાહન આગળ ઓઇલ ઢોળી તથા પૈસા વેરી વાહન ચાલકોને બેધ્યાન કરી રોકડ તથા દાગીનાની ઉઠાંતરી કરતી હોવાનું ખુલ્લુ હતું પોલીસે ચારેયની વધુ પુછપરછ કરતા ગોંડલ સીટીમાં કાર આગળ ઓઇલ ઢોળી ચાલકને બે ધ્યાન કરી રૂ. ર.રર લાખની રોકડ ભરેલી થેલીની ઉઠાંતરી કરી હતી. તથા રાજકોટના એ. ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ટુ વ્હીલરની ડેકી ખોલી રૂ. ૯૬ હજારની ઉઠાંતરી કરી હતી. બાદ મોરબી રોડ પરથી રોકડની ઉઠાંતરી કરી હતી. બાદ મહેસાણામાંથી રૂ. ૬.ર૦ લાખ, અમદાવાદમાં કારમાંથી રૂ. ૧.પ૦ લાખ, કાલુપુર પાસેથી એકટીવામાંથી રૂ. ૧.ર૦ લાખ, અને બાઇકની ડેકીમાંથી રૂ. ૩૦ હજાર, અંકલેશ્વરમાંથી કારની રેકી છરી આગળ ઓઇલ ઢોળી ચાલકને બેધ્યાન કરી રૂ. ૭૦ હજારની, સુરતમાં કારમાંથી રૂ. પપ હજાર, નવસારીમાં કારમાંથી સોનાના દાગીના તથા ૩ લખ રોકડા, સુરતમાં કારમાંથી રૂ. ૧ લાખ, અમદાવાદમાં ટુ વ્હીલરની ડેકીમાંથી રૂ. ૭પ હજાર વ્યારા ગામમાં બાઇકની ડેકીમાંથી ૯૦ હજાર, ગાંધીનગરમાં બાઇકની ડેકી તોડી રૂ. ર૦ હજાર, સુરતમાં કારમાંથી રૂ. ૧.રપ લાખ, વડોદરામાં કારમાંથી રૂ. ૧૦ હજાર, કોસંબા પાસેથી કારમાંથી રૂ. ૪૦ હજાર, સુરતમાં બાઇકની ડેકીમાંથી રૂ. પપ હજાર તથા કારમાંથી રૂ. ૧૭ હજાર, ગાંધીનગરમાં બાઇકની ડેકીમાંથી રૂ. ૩૮ હજાર, અમદાવાદ - ગાંધીનગર હાઇવે પર કાર નીચે ઓઇલ ઢોળી કાર ચાલકની નજર ચૂકવી રૂ. ૯૦ હજાર, અને રાજકોટ મોરબી રોડ બાઇકની ડેકીમાંથી રૂ. ૧૬ હજારની ચોરી કર્યાની કબુલાત આપતા ચારેયની ધરપકડ કરી હતી. આરોપી રોસેઆ હબીબ  વસંતે આડુ ગોડેતી અગાઉ ઓરીસ્સાના રાયગઢમાં પકડાઇ ચૂકયો છે. ચારેય શખ્સો શહેરમાં થોડા દિવસ બાદ વિસ્તાર બદલી નાખતા હતાં.

અને સ્લમ વિસ્તારમાં મકાન ભાડે રાખીને રહેતા હતાં. પોતાની સાથે રસોઇ તથા ઘરકામ કરવા માટે એક મહિલા ચંદ્રમા કોન્ડલીયા સરલાને પણ સાથે લાવ્યા હતાં. આ મહિલા રોકડ તથા દાગીના સાચવતી હતી. ત્રણેય શખ્સો બેંક અથવા આંગડીયા પેઢી આસપાસ રેંકી કરતા અને રોકડ રકમ લઇને નિકળતા લોકોને નિશાન બનાવતા હતાં. પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(3:18 pm IST)