Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

બેડીનાકા, દરબારગઢ સહિતના વોર્ડ નં. ૩ના વિસ્તારોમાં ૫ દિ'થી પાણીનો કકળાટ

વારંવાર રજૂઆત કરવા છતા કોર્પોરેશન તંત્ર દાદ દેતુ નથીઃ લતાવાસીઓમાં રોષ

રાજકોટ, તા. ૧ :. રાજકોટના બેડીનાકા વોર્ડ નં. ૩ માં છેલ્લા પાંચ દિવસથી કોર્પોરેશન તંત્ર દ્વારા આપવામાં આવતુ પાણી ખૂબ જ ઓછું આવતા લતાવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

બેડીનાકા, દરબારગઢની બાજુના વિસ્તાર, સાયલાનો ઉતારો, લઘુભાનો ઉતારો સહિતના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી માત્ર અડધી ડોલ જેટલુ પાણી આવે છે. આ અંગે કોર્પોરેટરો અને કોર્પોરેશન તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય આવ્યુ છે. ઓછું પાણી આવતુ હોવાથી લતાવાસીઓને પાણીના ટેન્કર અને રીક્ષાઓ મંગાવવી પડે છે.

જો કે કોર્પોરેશન તંત્ર ટેકનીકલ ફોલ્ટના કારણે પાણી ઓછું આવી રહ્યુ હોવાનું જણાવે છે, ત્યારે કોર્પોરેશન તંત્ર તાકીદે વોર્ડ નં. ૨ માં પાણી પ્રશ્ન હલ કરે તેવી લતાવાસીઓની માંગ છે.(૨-૧૬)

(3:21 pm IST)