Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સહિયર કલબ હાઉસફુલ... ખેલૈયાઓની ભરચક મોજ... જબરી જમાવટ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની ઓળખસમી નવરાત્રી સહિયર કલબમાં દિન પ્રતિદિન રાસની રંગત જામી રહી છે. ખેલૈયાઓ અને પ્રેક્ષકોના ધમધમતા પ્રવાહની દિશા સહિયર તરફ વળતા ચેરમેન શ્રી સુરેન્‍દ્રસિંહ વાળાએ રાજકોટના ખેલૈયાઓને મોકળાશ મળે એ માટે તમામ નવી વ્‍યવસ્‍થા કરી હોવાનું જણાવાયું છે.
રાસોત્‍સવને નિહાળવા માટે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, જયંતિભાઈ સરધારા (જે.કે.મોલ) ઉપસ્‍થિત રહયા હતા.
રાસના દૌરની રંગત જમાવવા સહિયરના શ્રેષ્‍ઠ ગાયકો રાહુલ મહેતા, સાજીદ ખ્‍યાર, સાગરદાન ગઢવી, ઉર્વી પુરોહિત વગેરેએ હિતેષ ઢાકેચાના તાલે ડાકલા, ટીટોડો, ટીમલીનાં મોજ ખેલૈયાઓને કરાવી હતી. કી- બોર્ડ પર રવિ ઢાકેચા, વિજય બારોટ, ગીટાર પર રવિ ભટ્ટ બન્‍જો પર સાગર માંડલીયા જમાવટ કરી રહ્યા છે.
જીલ એન્‍ટરટેમેન્‍ટ, તેજસ શિશાંગીયા એન્‍ટરટેમેન્‍ટ તથા મેનેજમેન્‍ટની તમામ કાર્યોમાં ઉત્‍કૃષ્‍ટ પરફોર્મન્‍સ આપી રહ્યા છે.
પાંચમાં નોરતા વિજેતાઓ સિનીયર પ્‍લેયર્સ ફર્સ્‍ટ- પ્રેમ જાદવ, સેકન્‍ડ- ભાર્ગવ મહેતા, થર્ડ- જય જોષી, વેલડ્રેસ- મિલન હિરાપરા, વેલ- ડ્રેસ- નયન વાઘેલા, ફર્સ્‍ટ- મેઘા વાજા, સેકન્‍ડ- હિરલ જોષી, થર્ડ- વિશ્વા, વેલડ્રેસ- હિતાશા સોલંકી, વેલડ્રેસ- જાનકી પંડયા, જુનીયર પ્‍લેયર્સ- ફર્સ્‍ટ- આદેશ દમાઈ, સેકન્‍ડ- મીથીલ સોલંકી, વેલડ્રેસ- ફેનીલ ડોબરીયા, ફર્સ્‍ટ- રીયા માકડીયા, સેકન્‍ડ- અમી સોની, વેલડ્રેસ- કોમલ વ્‍યાસ.
બેસ્‍ટ ગ્રુપને રાધે ગ્રુપને સહિયરના પ્રોજેકટ હેડ ક્રિષ્‍નાપાલસિંહ વાળા તથા શિવાનીબાના હસ્‍તે અર્પણ થયું હતું. વિજેતાઓને ઈનામો વિજયસિંહ જાડેજા (મનહર ઈન્‍ડ.), નરેન્‍દ્રસિંહ જાડેજા (સુરેન્‍દ્રનગર), અજયસિંહ જાડેજા, સુઘાવા વાળા, ઈલાબા જાડેજા, જયપાલસિંહ ગોહિલ, રણધીરસિંહ જાડેજા (નાના મૌવા), જનકસિંહ જાડેજા (જીલ્લા મહિલા બાળવિકાસ અધીકારી) તથા સિધરાજસિંહ જાડેજા પરીવાર, પુષ્‍પરાજસિંહ ગોહિલ, શિવમસિંહ ગોહેલ, દર્શનભાઈ સરવૈયા, રાજેષભાઈ કાનાણી, યશરાજસિંહ પરમાર, સાંકેતભાઈ સિયાણી, રવિરાજસિંહ જાડેજા (આર.કે.સિકયુરીટી) તથા શ્રીનાથજી વિડીયો પંકજભાઈ રાણપરાના હસ્‍તે ઈનામો આપતા હતા.
સહિયરના ચેરમેન  પ્રેસીડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળાના માર્ગદર્શન સાથે  પ્રોજેકટ હેડ-  ક્રિષ્‍નાપાલસિંહ વાળા, વાઈસ પ્રેસીડેન્‍ટ ચંદુભા પરમાર, સેક્રેટરી કૃષ્‍ણસિંહ જાડેજા, કોર્ડીનેટર યશપાલસિંહ જાડેજા, કન્‍વીનર જયદીપભાઈ રેણુકા, ટ્રેઝરર વિજયસિંહ ઝાલા, વાઈસ સેક્રેટરી પ્રકાશભાઈ કણસાગરા, કલ્‍ચરલ ઓર્ડીનેટર સમ્રાટ ઉદેશી, સહ કન્‍વીનર ધેર્ય પારેખ તેમજ ઓર્ગેનાઈઝર ટીમ દિલીપભાઈ લુણાગીયા (કોર્પોરેટર વોર્ડ નં.૫), તીર્થરાજસિંહ ગોહિલ (શ્રી શુભ લક્ષ્મી ક્રેડીટ સો.), બંકી મહેતા (શ્રી સાંઈ એન્‍ટરપ્રાઈઝ), રવિરાજસિંહ જાડેજા (આર.કે. સિકયુરિટી), ધર્મેશભાઈ રામાણી (તીર્થ ગોલ્‍ડ), રાજવીરસિંહ ઝાલા (યોગી હોટેલ- લીંબડી), જગદીશભાઈ દેશાઈ, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા (ગુરૂકૃપા ફર્નિચર), રાજેન્‍દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર), વિકી ઝાલા, પંકજ ગણાત્રા (બાબુજી), રૂપેશભાઈ દત્તાણી (આર.ડી.), નરેન્‍દ્રસિંહ જાડેજા, જતીન આડેસરા (જે.ડી. ગોલ્‍ડ), શૈલેષભાઈ ખખ્‍ખર (એસ.કે.), ગુંજન પટેલ, એહમદ સાંઘ, યુવરાજસિંહ ચુડાસમા, કૃણાલભાઈ મણિયાર (વોઈસ ઓફ ડે), હિરેનભાઈ ચંદારાણા (સાગર પેન એજન્‍સી), નિલેશભાઈ ચિત્રોડા (સેફ એન્‍ડ સેફ), પરેશભાઈ બોઘરા (સિલ્‍વર કોઈન પ્રા.લી.), ભરતભાઈ વ્‍યાસ (રોટલા એકપ્રેસ), મીત વેડીયા (રત્‍ના જવેલર્સ), મનસુખભાઈ ડોડીયા (શિવમ ફેબ્રીકેશન), સુનીલ પટેલ (પેરેમાઉન્‍ટ સાઉન્‍ડ), પ્રતિકભાઈ જટાણીયા, શૈલેષભાઈ પંડયા (આસ્‍ક વર્લ્‍ડ વિઝન), હિરેનભાઈ નથવાણી (શ્રી સોસીંગ) જહેમત ઉઠાવી રહ્યા છે.
 

 

(3:52 pm IST)